તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘનશ્યામ મહારાજનો સાક્ષાત્કાર પણ થયો હતો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલઅક્ષરમંદિરના ઘનશ્યામ મહારાજની પ્રતિમા અનેરું આકર્ષણ જગાડે છે. ભક્તોના કહેવા મુજબ પ્રમુખસ્વામી મહારાજને ગોંડલ મંદિરના ઘનશ્યામજી મહારાજનો સાક્ષાત્કાર થયો હતો. ઘનશ્યામજી મહારાજ સાથે તેમણે વાતો કરી હતી. પ્રમુખસ્વામી મહારાજને ગોંડલ અત્યંત પ્રિય હતું. તેનું મુખ્ય કારણ અક્ષર ડેરી સાથેનું તેમનું જોડાણ હતું. તેઓએ સાળંગપુરને બાદ કરતાં વધુ સમય ગોંડલમાં રોકાયા હશે. પ્રતિ વર્ષ દીપોત્સવી સમયે શરદપૂર્ણિમા પહેલાં ગોંડલ આવી જતા હતા. બે-ત્રણ વર્ષથી નાદુરસ્ત તબિયતના કારણે તેઓ અહીં આવી શકતા નહોતા. ગોંડલ અક્ષર મંદિરનું કામ ચાલું હતું ત્યારે બીજા માળે કડિયાઓ અને મજૂરો ટાઇલ્સ ચડાવવાનું કામ બંધ કરીને ચાલ્યા ગયા હતા . પ્રમુખસ્વામી મહારાજને જાણ થતા તેઓએ કોન્ટ્રાક્ટરને પૂછ્યું ભાઇ લાદી ક્યાં ચડાવવાની છે, કોન્ટ્રાક્ટરે કહ્યું સ્વામી બીજા માળે પહોંચાડવાની છે, પણ મજૂરો ચાલ્યા ગયા છે. ત્યારે કઇ વાંધો નહીં અેમ કહીને પ્રમુખસ્વામી મહારાજે પોતાના મસ્તક પર પાંચ લાદી ઉઠાવી અને પગથિયાં ચડવા લાગ્યા હતા. જોતજોતામાં સંતો-મહંતો અને ભક્તો પણ કાર્યમાં જોડાઇ ગયા હતા અને દિવસોના દિવસો ચાલનારું કામ કલાકોમાં પૂર્ણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો