તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Gondal
 • વાહને અડફેટે લેતાં સરદાર પટેલની પ્રતિમાના ધડ માથંુ જુદા થઇ ગયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહને અડફેટે લેતાં સરદાર પટેલની પ્રતિમાના ધડ-માથંુ જુદા થઇ ગયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાત્રણ ખૂણિયા પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કોઈ અજાણ્યા વાહને અડફેટે લઇ પછાડી દેતા પ્રતિમા ધડ માથાથી અલગ થઇ જતા પાટીદાર સમાજમાં રોષ ફેલાવા પામ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં ભૂગર્ભ ગટરો અને રોડ રસ્તાના કામો ચાલી રહ્યા હોય તંત્ર દ્વારા યોગ્ય ડાયવર્ઝન આપવામાં આવ્યા હોય અજાણ્યા ચાલકો કે ભારે વાહનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે સવારના સુમારે ત્રણ ખૂણિયા પાસે કોઈ અજાણ્યા વાહને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અડફેટે લેતા પ્રતિમા સ્ટેન્ડ પરથી નીચે પટકાતા પ્રતિમા ધડ માથાથી અલગ થઇ જવા પામી હતી. સરદાર પટેલની પ્રતિમાન ખંડિત થવાની ઘટનાને પગલે પાટીદાર સમાજમાં રોષ ફેલાવા પામ્યો હતો.

અજાણ્યા વાહને સરદાર પટેલની પ્રતિમાને અડફેટે લેતા તે ખંડિત થઇ હતી. તસવીર: હિમાંશુ પુરોહિત

ગોંડલમાં બનેલી ઘટનાને પગલે પાટીદાર સમાજમાં રોષની લાગણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો