તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • ગોંડલના ચિત્રકારનું પેન્ટિંગ PM કાર્યાલયમાં શોભા વધારશે

ગોંડલના ચિત્રકારનું પેન્ટિંગ PM કાર્યાલયમાં શોભા વધારશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનનરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર ખાતે 106 ચિત્રકારોએ 662 ચિત્રો દોર્યા હતાં. જેમાંથી 25 ચિત્રને વડાપ્રધાન કાર્યાલય દિલ્હીમાં રાખવામાં આવ્યા છે. 25 ચિત્રો પૈકીનું ગોંડલના ચિત્રકાર ભરત તલસાણીયાનું એક ચિત્ર પસંદગી પામ્યું હતું. માટે તેમને સન્માનિત કરાયા હતાં.

ભરતભાઈએ કહ્યું હતું કે, વડાપ્રધાન કાર્યાલયમાં તેનું ચિત્ર પસંદગી પામતા ખૂબ ખુશી થઈ છે, મારી વર્ષોની મહેનત ફળી છે. તેઓ ગોંડલના કોલેજ ચોક પાસે આવેલા સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહે છેે અને તેઓ ડિપ્લોમા એન્જિનિયર છે અને કન્સલ્ટિંગ ઓફ કન્ટ્રસ્ટ્રક્શન એન્ડ ઈન્ટિરિયરનું કામ કરે છે. વ્યવસાયે કન્સલ્ટિંગનું કામ કરતાં કન્ટ્રસ્ટ્રક્શન એન્ડ ઈન્ટિરિયરનું કામ કરતાં ભરતભાઈને નાનપણથી ચિત્રો દોરવાનો શોખ હતો.

તેમના પિતા આર્કિટેક્ટ હોવાથી તેમને ચિત્રકળામાં રસ ઉદભવ્યો હોવાનું તેઓ જણાવે છે. તેઓ એસએસસીમાં હતા ત્યારે ગુજરાત કલા શિક્ષક સંધને તેમણે દોરેલું એક ચિત્ર મોકલ્યું હતું જે સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યું હતું.

ભરતભાઈએ દોરેલું મોદીના બાળપણના સમયના વડનગરના શેરી-ઘરનું ચિત્ર હવે વડાપ્રધાન કાર્યાલયમાં રહેશે.

સુરતની સંસ્થા દ્વારા વડનગરમાં આયોજન કરાયું’તું

ગુજરાતના કલા પ્રતિષ્ઠાન સુરત દ્વારા 11મી નેશનલ આર્ટ કેમ્પનું આયોજન વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનના 106 ચિત્રકારોએ ૬૬ર ચિત્રો વોટર કલરમાં દોર્યા હતાં. જેમાં ગોંડલના ચિત્રકાર ભરત તલસાણીયાનું ચિત્ર બેસ્ટ લેન્ડસ્કેપ, તરીકે પસંદગી પામ્યું હતું. તેમની સિધ્ધિ બદલ તેમને સુરત ખાતે મેયરના હાથે સર્ટીફિકેટ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્યનેપણ શીખવે છે ચિત્રકળા

ભરતભાઈનેનાનપણથી ચિત્ર દોરવાનો શોખ હતો. તેઓ શોખ ધરાવતાં અન્ય બાળકોને પણ રોજ સાંજે એક કલાકનો સમય ફાળવીને શીખવે છે. ચિત્રકળામાં બાળકો રસ લેતા થાય તેવો તેમનો અાગ્રહ હોય છે. પરંતુ સાથેસાથે તેમની શરત છે કે શીખનારમાં મેચ્યોરીટી હોવી જોઈએ.

વડાપ્રધાન કાર્યાલયમાં મોકલાયેલા 25 ચિત્રો પૈકી પસંદગી

અન્ય સમાચારો પણ છે...