ગોંડલમાં સી.સી.રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ : ગોંડલ શહેરના ચોકસી નગરના મેઇન રોડને રૂ. 32 લાખ મંજુર કરી નવા સી.સી.રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવતા લોકોમાં હરખની હેલી પ્રસરી જવા પામી છે. ગોંડલ શહેરનો દિવસેને દિવસે વ્યાપ વધતો જાય છે તેમ શહેરના ચોકસી નગર મેઇન રોડ ખોડીયારનગર અને ભવનાથનગર ને જોડતો મુખ્ય માર્ગ ગણાતો હોય લોકો દ્વારા આ માર્ગને સીસી રોડ બનાવવા છેલ્લા ઘણા સમયથી માગ કરવામાં આવતી હતી પાલિકા તંત્ર તાંત્રિક મંજૂરી બાદ આજે 32 લાખના ખર્ચે નવા સીસી રોડ બનાવવાનું કામ શરૂ કરી ખાતમુહૂર્ત ધારાસભ્ય ગીતાબા જાડેજાના હસ્તે કરાવતા લોકોમાં હરખની હેલી પ્રસરી છે, આ તકે પાલિકાના પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, કારોબારી સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા, બાંધકામ સમિતિના ચેરમેન ચંદુભાઇ ડાભી તેમજ ભાજપ દંડક પૃથ્વીસિંહ જાડેજા સહિતના સદસ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...