ગોંડલના 17 રોજમદારને કાયમી કરાયા

એક બીમાર મહિલા કર્મચારીના ઘરે જઈ ધારાસભ્યએ કાયમીનો ઓર્ડર આપ્યો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:55 AM
ગોંડલના 17 રોજમદારને કાયમી કરાયા
ગોંડલ નગરપાલિકામાં છેલ્લા બે-ત્રણ દાયકાથી રોજમદાર તરીકે સફાઈ કામ કરતા કર્મચારીઓ દ્વારા કાયમી કરવા રાજ્ય સરકાર અને અદાલતના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા આજે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ૧૭ જેટલા કર્મચારીઓને કાયમી કરવાની મંજૂરી આપવા તા કર્મચારીઓમાં હરખની હેલી પ્રસરી હતી આ તકે પાલિકા કચેરીના મીટીંગ હોલમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, અગ્રણી ઉદ્યોગપતિ રમેશભાઇ ધડુક, પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, તેમજ કારોબારી સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા ની હાજરીમાં પ્રેમીબેન પરબીયા, શાંતાબેન બારૈયા, દેવુબેન સીતાપરા, ગૌરીબેન ચૌહાણ, જશુબેન મકવાણા, ચમનભાઈ વાઘેલા, કમળાબેન નૈયા, રમેશભાઈ ગોરી, કવિતાબેન વાઘેલા, હીરાબેન પરમાર, હંસાબેન પરમાર તેમજ જશુબેન પરમારને કાયમી કરાતા ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ તકે જસુબેન પરમારની તબિયત નાદુરસ્ત હોય ધારાસભ્ય ગીતાબા જાડેજા પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા અને કારોબારી સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓએ તેઓની ઘરે જઈ કાયમી ઓર્ડર સુપ્રત કર્યો હતો.

ભારતના દરેક નાગરિકને સન્માનનો હક છે

નગરપાલિકાના કારોબારી સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ઘણા અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સફાઈ કર્મચારીઓને માનવાચક શબ્દ થી બોલાવવામાં આવતા નથી ખરેખર તે ગેરબંધારણીય છે ભારતના સર્વે નાગરિકનો સન્માન નો હક છે તેથી ગોંડલ નગરપાલિકામાં ઠરાવ કરવામાં આવે છે કે તમામ કર્મચારીઓને માનવાચક નામથી જ બોલાવવા અને જો આનું ઉલ્લંઘન કરવામાં આવશે તો દંડનીય કાર્યવાહી કરવા માં આવશે તેવું જણાવ્યું હતું.

X
ગોંડલના 17 રોજમદારને કાયમી કરાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App