સરકારી દવાખાને તબીબની ગેરહાજરીથી દર્દીઓ પરેશાન

માત્ર એક જ તબીબ ઉપર સમગ્ર તંત્રની જવાબદારી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:55 AM
સરકારી દવાખાને તબીબની ગેરહાજરીથી દર્દીઓ પરેશાન
ગોંડલના સરકારી દવાખાનાએ તબીબોની અછતની ફરિયાદને વર્ષોના વ્હાણા વીતી ગયા હોવા છતાં પણ કોઈ તબીબની ભરતી ન કરાતા અને એક જ તબીબ ઉપર કામનું ભારણ વધારે હોય મોરબી થી ડેપ્યુટશન માં આવતા તબીબની ગેરહાજરીથી દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ સરકારી દવાખાને દર્દીઓની સેવા કરતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ના પ્રમુખ દિનેશભાઈ માધડે જણાવ્યું હતું કે ગોંડલની અધ્યતન સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી તબીબોની ભરતી કરવામાં આવી રહી નથી અને માત્ર એક જ તબીબના સમગ્ર તંત્ર ની જવાબદારી ઢોળી દેવામાં આવી છે વર્તમાન સમયમાં રોગચાળાની સિઝન માં કરી દવાખાને દર્દીઓનો જમાવડો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકથી ડોક્ટર સિન્હા ફરજ પર હતા જેની આજે સવારે આઠ વાગ્યે પાડી પૂરી થઈ જતા તેઓ ઘરે ગયા હતા અને મોરબીથી આવતા ડોક્ટર ટાંક સવારે ૧૧ વાગ્યા સુધી પણ દવાખાને હાજર થયા ન હતા જેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને કેટલાક ઇમરજન્સી કેસમાં ખાનગી હોસ્પિટલ નો સહારો લેવો પડયો હતો તેઓની આવી પરિસ્થિતિ રોજિંદા બની રહેવા પામી છે આ અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરાઇ છે.

X
સરકારી દવાખાને તબીબની ગેરહાજરીથી દર્દીઓ પરેશાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App