• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • મનપા સંચાલિત ગીત ગુર્જરી સોસાયટીમાં આવેલ ચાણક્ય સ્કૂલમાં અનેક ભૂલકાંઓ

મનપા સંચાલિત ગીત ગુર્જરી સોસાયટીમાં આવેલ ચાણક્ય સ્કૂલમાં અનેક ભૂલકાંઓ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનપા સંચાલિત ગીત ગુર્જરી સોસાયટીમાં આવેલ ચાણક્ય સ્કૂલમાં અનેક ભૂલકાંઓ પગરખાં હોવાને કારણે ઉઘાડાં પગે આવતા હોવા અંગેનો દિવ્ય ભાસ્કરમાં સચિત્ર અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ દાતાઓ વરસી પડ્યા છે. પહેલે દિવસે વિવેકાનંદ યૂથ ક્લબ દ્વારા 150 જોડી પગરખાં અપાયા બાદ પણ અનેક લોકોએ પોતાના તરફથી યોગદાન આપવાની તૈયારી દર્શાવી હતી. શુક્રવારે તો લોકગાયિકા પૂનમ ગોંડલિયાએ ભૂલકાંઓ માટે 150 જોડી બૂટ મોકલી આપ્યા હતા. હવે ભૂલકાંઓને ઉઘાડા પગે શાળાએ નહીં જવું પડે.

હવે પગનાં તળિયા નહીં બળે...

અન્ય સમાચારો પણ છે...