• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે બીલિયાળા ગામના પાટિયા પાસે આવેલ

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે બીલિયાળા ગામના પાટિયા પાસે આવેલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે બીલિયાળા ગામના પાટિયા પાસે આવેલ જીનિંગ મિલમાં માસૂમ બાળાની હત્યા કરી બોરમા નાખી દીધાની ઘટનામાં તાલુકા પોલીસે આજે હત્યારા શખ્સ પાસે રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું, આરોપીને અદાલતમાં રજૂ કરી જેલહવાલે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ભલાળા જીનિંગમાં રહેતા અને મજૂરીકામ કરતા બાબુલાલસિંગ ઇન્દ્રસિંહની ત્રણ વર્ષની માસૂમ પુત્રી વર્ષાને માધવ પ્રતાપસિંગ ચૌહાણે મોતને ઘાટ ઉતારી બોરમાં નાખી દીધાની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લઈ આજે તેની પાસે ઘટનાસ્થળ પર રી કન્સ્ટ્રકશન કરાવ્યું હતું,

આરોપીએ ઘટનાની રજેરજ જણાવતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી અને બાળાને લાખો માર્યા બાદ માધવ લાકડાના ધોકા વડે તેને ફટકારી હતી તે ધોકો પણ કબજે કર્યો હતો બાદમાં રિમાન્ડ લેવાની થતી ન હોય કોર્ટમાં રજૂ કરતા માધવ ચૌહાણ જેલ હવાલે થવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...