તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલમાં ભાઇ સાથે ઝઘડો થતા બહેને એસિડ પી આપઘાત કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલના વોરાકોટડા રોડ પર રહેતી યુવતી ઘરે સફાઇ કામ કરી રહી હતી ત્યારે તેનો ભાઇ સાથે સામાન્ય બાબતે બોલાચાલી થતા બહેનને ખોટું લાગી જતા એસિડ પી લીધુ હતું. ત્યાર બાદ પરિવારે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી જયાં તેનું મોત નીપજ્યુ હતું. ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ પંચ પીર ની ધાર પાસે રહેતા રેવાભાઇ ગમારા ની પુત્રી હેતલ ઉમર વર્ષ 16 પોતાના ઘરે એસિડ પી લેતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી, જ્યાં તેનું મોત નિપજતાં મૃતદેહને પીએમ માટે સરકારી દવાખાને ખસેડાયો હતો, ઘટના અંગેની તપાસ સીટી પોલીસના બીટ જમાદાર એન જે જાડેજાએ હાથ ધરી હતી, પોલીસની પ્રાથમિક તપાસમાં હેતલ પોતાના ઘરે સાફ-સફાઈ નું કામ કરી રહેલ હોય ભાઈ પસાર થતા સફાઈ કરેલ જગ્યાએ પગલાં પડતા ભાઈ-બહેન વચ્ચે સામાન્ય બોલાચાલી થવા પામી હતી જે અંગે ખોટું લાગી જતા બહેને એસિડ પી લીધેલ હતું. હેતલ બે ભાઈઓની એકની એક બહેન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...