તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

22 મીથી 6 દિવસ સ્વાસ્થ્ય સપ્તાહની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : કડવા પાટીદારનાં કુળદેવી મા ઉમિયાનાં ધામ ઉમિયા માતાજી સિદસરનાં નેજા હેઠળ રાજકોટ સંગઠન સમિતી પ્રેરીત ઉમિયા મહિલા સંગઠન સમિતી, અને રાજકોટ મહાનગર પાલિકાનાં સંયુક્ત ઉપક્રમે તા. 22 થી 28 ઓગસ્ટનાં બપોરે 4 થી 6:30 કલાકે ગુરૂપ્રસાદ કોમ્યુનીટી હોલ, સ્વામીનારાયણ ચોકથી આગળ ગોંડલ રોડ ખાતે સ્વાસ્થ્ય સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વાસ્થ્ય સપ્તાહમાં સુરતનાં ઋષિ કૌશીકજી વિવિધ રોગો અંગે માહિતી તેમજ તેનાં લક્ષણો અને ઉપાયો અંગે માર્ગદર્શન આપશે. તા. 23 ઓગસ્ટનાં થેલેસેમીયા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. તા. 27 ઓગસ્ટનાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...