• Home
  • Saurashtra
  • Rajkot District
  • Gondal
  • Gondal - ગોંડલમાં ગણેશ મહોત્સવ દબદબાભેર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે

ગોંડલમાં ગણેશ મહોત્સવ દબદબાભેર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે

ગોંડલમાં ગણેશ મહોત્સવ દબદબાભેર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:25 AM
Gondal - ગોંડલમાં ગણેશ મહોત્સવ દબદબાભેર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે

ગોંડલમાં ગણેશ મહોત્સવ દબદબાભેર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકા તંત્ર મામલતદાર તંત્ર અને પોલીસ તંત્રની સંયુક્ત મિટિંગ મળવા પામી હતી. જેમા વોરાકોટડા ગામની પાણીની ખાણ ખાતે ગણપતિ વિસર્જન કરવાનો નિર્ણય લેવાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ચાલુ વર્ષે વરસાદ ઓછો થતાં શહેરના જીવાદોરી સમાન આશાપુરા ડેમ અને સેતુબંધ ડેમમાં ઓછું પાણી છે. આ જળાશયનું પાણી શહેરની જનતાને પીવા માટે ઉપયોગમાં લેવાય છે . જેથી ગણેશ વિસર્જન માટેના નવા સ્થળના નિર્ણય માટે પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, મામલતદાર બી જે ચુડાસમા તેમજ પોલીસ ઇન્સ્પેકટર રામાનુજ સહિત ત્રણે તંત્રની સંયુક્ત મિટિંગ મળવા પામી હતી. જેમા ગણેશ વિસર્જન શહેરથી ૫ કિમી દૂર વોરાકોટડા ગામ પાસે આવેલ કાળા પાણાની ખાણ ખાતે કરવાનું નક્કી કરાયુ હતું. ઉલ્લેખનીય છે કે જામનગર સહિત અનેક સ્થળોએ ગણેશ વિસર્જન માટે કૃત્રિત તળાવોનું પાલીકાઓ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.

X
Gondal - ગોંડલમાં ગણેશ મહોત્સવ દબદબાભેર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App