• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • ગોંડલ તાલુકાના પાટીયાળી હડમતાળા તેમજ કોલીથળ ગામ નજીક આવેલ રાજકોટ

ગોંડલ તાલુકાના પાટીયાળી હડમતાળા તેમજ કોલીથળ ગામ નજીક આવેલ રાજકોટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ તાલુકાના પાટીયાળી હડમતાળા તેમજ કોલીથળ ગામ નજીક આવેલ રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના મોતીસર ડેમના પાટીયા નંબર 8માં લીકેજ જણાતા સિંચાઇ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી ગયા હતા અને તાકીદે કાર્યવાહી શરૂ કરી હતી. લીકેજ અંગે સિંચાઈ વિભાગના મોતીસર ડેમના અધિકારી એસ એસ દેગામાંએ જણાવ્યું હતું કે નવા નીરની આવક થતાં ડેમના પાટિયા અને પાણી વચ્ચે ઓવળના કારણે લાકડા અને કચરા જેવો પદાર્થ ફસાઈ જતા લીકેજ જેવું જણાય છે પરંતુ ચિંતાનો કોઇ વિષય નથી તાકીદે સિંચાઇ વિભાગના કર્મચારીઓ દ્વારા કામકાજ શરૂ કરાયું છે અને દરવાજો બંધ થઇ લીકેજ પણ બંધ થઈ જશે. પાટીયાળી ગામના પૂર્વ સરપંચ ઇન્દુ ભા જાડેજાએ જણાવ્યું હતું કે મોતીસર ડેમ ખાતે તંત્ર દ્વારા રીપેરીંગ કામ તાકીદે હાથ ધરાયો કે સારી વાત છે પરંતુ ડેમથી માત્ર અડધો કિ.મી ના અંતરે પાટીયાળી ગામ આવેલું છે તેમજ તેની બાજુમાં કોલીથડ અને હડમતાળા પણ આવેલા છે જો ડેમમાં કંઈપણ થાય તો નીચેના ત્રણેય ગામોને ભારે નુકસાની સહેવાનો વારો આવે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

અન્ય સમાચારો પણ છે...