અમરેલીમાં માનસરોવરથી આવેલા યાત્રીઓનું સન્માન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાંબેચરભાઇ પોકળના અતિથી વિશેષ પદે મંડળના સદસ્ય ઉમેશભાઇ તથા હર્ષાબેન પાઠક માનસરોવરની યાત્રા સુખરૂપ સંપન્ન કરી આવેલા હોય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સાથે સાથે રૂદ્ર પાઠકએ સંસ્કૃત શ્લોકનું ગાન પણ કર્યુ હતુ. ત્યારબાદ ઉપપ્રમુખ ગોવિંદભાઇ ગોંડલીયાએ આવકાર અને સંસ્થાની પ્રવૃતિ અંગે પરિચય આપ્યો હતો. બચુભાઇ કાલાણીનું ગીત, રૂદ્ર પાઠકનો ડાન્સ અને કિશોરભાઇ પુરબીયાનું “સુદામા ચરિત્ર” ઉપર સંગીત નૃત્ય કરી સૌને ભાવવિભોર કર્યા હતા. ત્યાર બાદ ગોરધનભાઇ સુરાણીએ જાદુના પ્રયોગો રજૂ કર્યા હતા. ઉમેશભાઇ તથા હર્ષાબેન પાઠક માનસરોવર યાત્રીકોનું મંડળ તરફથી આચાર્ય ગોવિંદભાઇ, કનુભાઇ જોષી, નિર્મલાબેન, તરૂબેન વિગેરે શાલ-પુષ્પથીગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...