તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલમાં ટ્રકની અડફેટે બાઇક ચઢતા યુવાનનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલના મોવિયા રોડ ઉપર આવેલ રેતી ચોકમાં સાંજના સુમારે પુરપાટ ઝડપે દોડી આવી રહેલ ટ્રકે મોટરસાઈકલને અડફેટે લેતાં સર્જાયેલ અકસ્માતમાં નેપાળી યુવાન નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું હતું. જ્યારે અન્ય એક યુવાનને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયો હતો. ગોંડલ તાલુકાના મોવિયા ગામે છેલ્લા બે વર્ષથી રહેતા અને ચાઈનીઝ વાનગી બનાવી પેટીયુ રળતા નેપાળી યુવાન વિષ્ણુ વક્તબહાદુર બાઠા (ઉંમર વર્ષ 28) તેમજ વીરબહાદુર ખત્રી( ઉંમર વર્ષ 35) સાંજના સુમારે મોટર હીરો હોન્ડા મોટર સાયકલ GJ11KK677 પર ખરીદી કરવા માટે ગોંડલ આવી રહ્યા હતા ત્યારે રેતી ચોક પાસે પુરપાટ ઝડપે દોડી આવી રહેલા ટ્રક GJ3AT4296 એ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જેમા વિષ્ણુનું કમકમાટીભર્યું મોત નિપજતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યારે વીર બહાદુર ને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...