તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતત ત્રીજા દિવસે મેઘમહેર : ઘોઘામાં દોઢ ઇંચ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર ¿ ભાવનગર | 19 ઓગસ્ટ

ભાવનગર શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે મઘાના મીઠા નક્ષત્રમાં મેઘમહેર વરસી હતી. આજે ઘોઘામાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે જેસરમાં પોણો ઇંચ અને ભાવનગર શહેરમાં અડધો ઇંચ વરસાદ તેમજ મહુવા, તળાજા, વલ્લભીપુર, ગારિયાધાર અને ઉમરાળામાં શ્રાવણી સરવડા વરસ્યા હતા. હજી સમગ્ર પંથકમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલા છે અને વધુ વરસાદની આશા છે.

આજે મેઘો સૌથી વધુ મહેરબાન ઘોઘા પંથક ઉપર રહ્યો હતો અને અષાઢી ધારાએ ઘોઘામાં 35 મી.મી. વરસાદ ખાબકી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થઇ ગયા હતા તેમજ કેટલાક વિસ્તારોમાં બે બે ફૂટ પાણી ભરાઇ ગયા હતા. આજના વરસાદથી ઘોઘામાં આ સિઝનમાં કુલ વરસાદ 16 ઇંચ થઇ ગયો છે.

ભાવનગર શહેરમાં આજે આખો દિવસ ધીમી ઝરમર રૂપે વરસાદ વરસ્યો હતો. બપોરના સમયે એકાદ બે ...અનુસંધાન પાના નં.11સારા ઝાપટા વરસી ગયા હતા. હવેના આ વરસાદથી શહેરમાં ઠેર ઠેર કાદવ કીચડ થઇ ગયા છે અને જીવાતનો ત્રાસ વધી ગયો છે. શહેરમાં 10 મી.મી. વરસાદ નોંધાતા સિઝનનો કુલ વરસાદ 440 મી.મી. થયો છે.જ્યારે સાંજ સુધીમાં તળાજામાં 8 મી.મી. વરસાદ વરસતા અને ત્રણેક દિવસથી આવો જ ધીમીગતિનો ઝરમર વરસાદ થતા વાડી અને ખેતરોમાં પાક માટે આ વરસાદ ફાયદાકારક બની રહ્યો છે. જેસરમાં પણ આજે પોણો ઇંચ એટલે કે 20 મી.મી. વરસી વરસી ગયો હતો. તો પાલિતાણામાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો આજના વરસાદથી પાલિતાણામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી વળી છે. વલ્લભીપુરમાં 6 મી.મી., ઉમરાળામાં 8 મી.મી. અને ગારિયાધારમાં 3 મી.મી. વરસાદ વરસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...