હત્યાની કલમ ઉમેરાય પછી જ લાશ લેવાનો પરિવારનો હઠાગ્રહ

હત્યાની કલમ ઉમેરાય પછી જ 
 લાશ લેવાનો પરિવારનો હઠાગ્રહ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:55 AM IST
ક્રાઈમ રિપોર્ટર ¿ભાવનગર | 9 ઓગસ્ટ

ઘોઘા તાલુકાના કુડા ગામે વાડીમા ઝાડ સાથે દોરડુ બાંધી ફાંસો ખાધેલી રત્ન કલાકારની લાશ મળી હતી

કુડા ગામે રહેતા અને હિરા ઘસવાનુ કામ કરતા જાદવ અશોકભાઇ લાભુભાઇ નામના યુવાને ગામની સીમમા આવેલ રેવતસીંહની વાડીમાં ઝાડ સાથે દુપટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો.યુવાને આપઘાત કર્યાની જાણ થતા ઘોઘા પોલીસે કુડા ગામે દોડી જઇ મૃતદેહને પી.એમ. માટે ભાવનગર સર ટી હોસ્પીટલમા ખસેડાયો હતો.જયા તેનુ પી.એમ.કરવામા આવ્યુ હતુ.ઉપરાંત મૃતકના પરિવારજનોના આગ્રહ બાદ આજે અશોકભાઇનુ પેનલ પી.એમ.કરાયુ હતુ.જેનો રીપોર્ટ કાલે સવારે આવશે. જો કે મૃતકના પરિવારજનો અને સમાજના લોકો તથા ગ્રામજનોનો એક જ આગ્રહ છે કે અશોકભાઇએ આપઘાત નથી કર્યો તેની હત્યા થઇ છે.અને ઘોઘા પોલીસ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરે પછી જ અશોકભાઇનો મૃતદેહ હોસ્પીટલમાંથી ઉપાડવામા આવશે.તેવો હઠાગ્રહ વ્યકત કર્યો હતો.અને આજે પણ મૃતદેહ કોલ્ડસ્ટોરેજમાં મુકવામાં આવ્યો હતો.

પેનલ પીએમનો રીપોર્ટ આજે મળશે

કુડાની ઘટના મામલે મૃતકના પરિવારજનોના આગ્રહ બાદ આજે પેનલ પી.એમ. કરવામા આવ્યુ છે.અને તેનો રીપોર્ટ આવતીકાલે આવશે એસ.એમ. રાણા, પીએસઆઈ, ઘોઘા

કડક ફોરેસ્ટ અધિકારીને ફસાવવા પેંતરો

કેટલાક ગ્રામ્યજનોના જણાવ્યા મુજબ આ િવસ્તારમાં ફોરેસ્ટના કડક અધિકારી દીગુભા હાલ ફરજ બજાવી રહ્યા છે જેને કારણે આત્મહત્યાના આ બનાવને હત્યામાં ગણાવી ફોરેસ્ટ અધિકારીને ફસાવવા અથવા તેની બદલી કરાવવા પેંતરો થયો છે. જોકે ઘોઘામાં પી.એમ.રીપોર્ટની જેમ પેનલ પી.એમ.રીપોર્ટને આધારે જ હત્યા છે કે આત્મહત્યા તે સ્પષ્ટ થશે.

X
હત્યાની કલમ ઉમેરાય પછી જ 
 લાશ લેવાનો પરિવારનો હઠાગ્રહ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી