તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગારિયાધાર પંથકમાંથી પાંચ લાખની વીજ ચોરી ઝડપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારિયાધાર બ્યુરો. 25 ફેબ્રુઆરી

પીજીવીસીએલવિભાગ દ્વારા ગારિયાધાર શહેર તેમજ તાલુકામાં વીજ ચેકીંગ હાથ ધરાતા અંદાજે પાંચેક લાખની વીજ ચોરી પકડી પાડતા ગેરકાયદે વીજ વપરાશ કરનારાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

મળતી વિગતો મુજબ આજે ગારીયાધાર શહેરમાં તેમજ આજુબાજુના ગામડામાં પીજીવીસીએલની 10 ટીમ વહેલી સવારે ત્રાટકી હતી. તેમાં ગારીયાધાર શહેરમાં તેમજ ગારીયાધારમાં નાની વાવડી, મોટા ચારોડીયા તેમજ વેળાવદરમાં ટોટલ નેકશન 202 તપાસવામાં આવ્યા હતા. તેમાંથી 45 કનેકશનોમાં ગેરરીતિ ઝડપાઇ હતી. ટોટલ વીજ ચોરી 4 લાખ 99 હજારની આજે પીજીવીસીએલ દ્વારા ઝડપવામાં આવી હતી. વીજ ચોરી કરતા વીજચોરોમાં આજે ફફડાટ ફેલાઇ ગયો હતો. પીજીવીસીએલની 10 ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારમાં વીજ ચેકીંગ કરવામાં આવ્યુ હતું.

પીજીવીસીએલની 10 ટીમોનું ચેકિંગ

અન્ય સમાચારો પણ છે...