વિવિધ કાર્યક્રમ
}4813મું ચક્ષુદાન મળ્યું
અનુભાઇભાયલાલ રાજપુરા (ઉ.વ.88) નું નિધન થતા સદગતની ઇચ્છાનુસાર તેમના કુટુંબીજનોએ ચક્ષુદાનનું પુણ્યકાર્ય કર્યુ છે.ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વતી ડો. પી.ડી. ભટ્ટએ ભાવેણાનું 4813 મું દેહદાન સ્વીકારી અંધજનના લાભાર્થે સર ટી. હોસ્પિટલમાં મોકલી આપેલ છે.
}શ્રીમાળીસોની સિતારામ મિત્રમંડળ
મિત્રમંડળદ્વારા તા. 22-12 ના રોજ બગદાણા પદયાત્રા સંઘ નિકળશે. નામ નોંધાવવા માટે પરાગભાઇ પી. ભડીયાદ્રા (સોની છબીલદાસ કાનજીભાઇની પેઢી,ટાવરવાળો ખાંચો), ચેતનભાઇ બી. ધાંગધ્રીયા (પંચનાથ જવેલર્સ,ભાદેવાની શેરી), રાજેન્દ્રભાઇ વી. ભડીયાદ્રા (વિનસ જવેલર્સ,વોરા બજાર)નો સંપર્ક સાધવો.
િજલ્લાનોંધ
}સર પી.પી. ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ
બી.એસસી.સેમ.-3 (ન્યુ સી.બી.સી.એસ.)ના વિદ્યાર્થીઓની ભૌતિકશાસ્ત્ર વિષયની પ્રાયોગિક પરીક્ષા તા. 14-12 ના રોજથી શરૂ થાય છે. જેનું ટાઇમટેબલ કોલેજના નોટીસબોર્ડ પર મુકવામાં આવેલ છે. બી.અેસસી.સેમ.-1 કેમેસ્ટ્રી વિષયની ગારિયાધાર કેન્દ્રની પરીક્ષા નિયત સમયે ટાઇમટેબલ મુજબ સર પી.પી. ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ,ભાવનગર ખાતે લેવાશે.
}સરપી.પી. ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ
કોલેજનાબી.એસસી. સેમ.-2 (ન્યુ સી.બી.સી.એસ.)ના વિદ્યાર્થીઓની ભૌતિકશાસ્ત્ર વિષયની પ્રાયોગિક પરીક્ષા તા. 12-12 ના રોજ સાયન્સ કોલેજમાં રાખેલ છે. તેઓનું પરીક્ષાનું ટાઇમટેબલ કોલેજના નોટીસબોર્ડ પર મુકવામાં આવેલ છે.
}વળીયાકોલેજ
વર્ષ2017-18માં અનુસુચિત જાતી, અનુસુતીત જન જાતી, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત ર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી અને વિમુકિત જાતિના વિદ્યાર્થીઓએ વર્ષ 17-1મા પ્રવેશ મેળવેલ હોય તેઓના શિષ્યવૃતિના ફોર્મ ગુજરાત સરકારની વેબસાઇટ www.digitalgujarat.gov.in ઉપ ભરી કોલેજ કોલેજ કાર્યાલય ખાતે સવારે 8-30 થી 12માં સબમીટ કરવાના રહેશે.ફોન 0278-2423779