• Gujarati News
  • ગારિયાધારમાં વીજ ઝટકાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા

ગારિયાધારમાં વીજ ઝટકાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારિયાધાર બ્યુરો . 30 જુલાઇ

ગારીયાધારમાંવીજ ધાંધિયાથી લોકોને ભારે નુકસાની ભોગવવી પડે છે. ગારીયાધાર શહેરમાં વીજતંત્રનુ નામ પડતા લોકોના મનમાં રોષ ભભુકી ઉઠે છે. ગારીયાધારના લોકો વીજતંત્રથી ત્રાહિમામ પોકારી ગયા છેે

ગારિયાધારમાં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધીયા વધતા જાય છે. લોકોના જણાવ્યા મુજબ આખો દિવસથી તો વીજ તંત્રથી ત્રાહિમામ પોકારી જોઇએ છે. પણ અડધી રાત્રીના સમયે પણ વીજ તંત્ર સુવા દેતુ નથી. શનિવારના દિવસે કાપ નકકી કરવામાં આવ્યો છે. પણ તંત્ર તો જાણે ઘરની ધોરાજી ચલાવે તેમ દરરોજ વીજળી ગુલ કરી નાખે છે. વીજળીના ઝટકા આવન જાવનથી લોકોને વીજ ઉપકરણોમાં ભારે નુકસાન થવા પામ્યુ છે.

અચાનક વીજળી જવાથી લીધે પંખા, ટીવી લાઇટ, અને કોમ્પ્યુટર જેવા વીજ ઉપકરણોને ભારે નુકસાની થાય છે. છેલ્લા ઘણા સમયથી પ્રતિક્રિયા રોજીંદી બની ગઇ છે.

ગારિયાધારમાં લોકો ઘણી સમસ્યાથી જજુમી રહ્યા છે. તેવામાં વીજતંત્ર દ્વારા લોકોને ઘણી તકલીફ થઇ રહી છે.

સમસ્યા અંગે ગારિયાધાર પીજીવીસીએલના નાયબ ઇજનેર ડી.આર. તાવીયાડે જણાવ્યુ હતુ કે વરસાદ અને પવનને કારણે વીજળી આવન જાવનની સમસ્યા રહે છે રિપેરીંગ કામ માટે પણ પાવર બંધ કરવો પડે છે.

વારંવાર વીજળીની આવન જાવનથી વીજ ઉપકરણોને નુકસાનની ફરિયાદ