• Gujarati News
  • ભાવનગર : છેલ્લાએક પખવાડીયાથી ગારીયાધાર પંથકમાં ચોરીના બનાવો વધતા ભાવનગર

ભાવનગર : છેલ્લાએક પખવાડીયાથી ગારીયાધાર પંથકમાં ચોરીના બનાવો વધતા ભાવનગર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : છેલ્લાએક પખવાડીયાથી ગારીયાધાર પંથકમાં ચોરીના બનાવો વધતા ભાવનગર પોલીસ અધિક્ષકની સુચનાથી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ગારીયાધાર પોલીસ દ્વારા સંયુકત પોટ્રોલીંગ હાથ ધરી ભૈરવનાથ ચોકમાંથી રોહિત કનુભાઇ પંચોળી અને રાકેશ હમીરભાઇ સોલંકી(રહે.બન્ને ગારીયાધાર) ને ઝડપી પુછતાછ કરતાં તે બન્નેએ નિમેશભાઇ ગોગદાણીનાં હિરાના કારખાનામાંથી રૂ.20 હજારના હીરાની તેમજ તુલશીભાઇ રાજાભાઇ સવાણીનાં કારખાનામાંથી રૂ 6 હજારના હીરાની ચોરી કર્યાનું કબુલ્યુ હતુ. અને સુભાષભાઇ બુધેલીયાના ઘરમાં પણ ચોરીનો પ્રયાસ કરાયો હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે અંગે ભારે શોધખોળ બાદ તસ્કરીમાં સામેલ આરોપી�ઓની ધરપકડ કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓ વધુ ચોરીમાં સંડોવાયેલા છે કેમ તેની તપાસ કરી હતી.

ગાિરયાધારમાં ચોરીનો ભેદ ઉકેલાયો