તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેમેસ્ટર પરીક્ષામાં એક દિવસમાં 22 કેસ નોંધાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની ચાલી રહેલી સેમેસ્ટર પરીક્ષાઓ દરમિયાન મંગળવારે કુલ 22 કોપી કેસ નોંધાયા હતા.

પ્રથમ બે દિવસ દરમિયાનની પરીક્ષામાં કોઇ કોપી કેસ નોંધાયા હતા. યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં થતી ગેરરીતિને ડામવા માટે કડક ચેકિંગ અને સ્ક્વોડની રચનાઓ કરવામાં આવી છે, અને જુદી જુદી ટુકડીઓ સતત ચેકિંગ હાથ ધરી રહી છે.

મંગળવારની પરીક્ષાઓ દરમિયાન ગારિયાધારની કોલેજમાં ગેરરીતિ આચરનારા 6 અને ભાવનગરની વિવિધ કોલેજો, ભવનોમાં ચાલતી પરીક્ષામાં ગેરરીતી આચરવા સબબ 16 એમ કુલ 22 કોપીકેસ એક દિવસમાં નોંધાયા હતા.

ભાવનગર યુનિવર્સિટીમાં હાલ ચાલી રહેલી પરીક્ષામાં આલ્ફાબેટિક નંબર સીસ્ટમને કારણે પરીક્ષાર્થીઓ ટલ્લે ચડી રહ્યા છે, અને વ્યાપક ગોટાળા પ્રકાશમાં આવ્યા હતા. ઉપરાંત એક્સટર્નલ ભવન ખાતેની પરીક્ષા દરમિયાન કોઇ ટીખળીએ વિદ્યાર્થીઓના સીટ નંબરનું લિસ્ટ ફાડી નાંખતા ભારે હોબાળો મચ્યો હતો અને પરીક્ષા 30 મીનીટ મોડી શરૂ થઇ હતી. જો કે પરીક્ષા વિભાગ દ્વારા તમામ પરીક્ષાર્થીઓને વધારાનો સમય આપવામાં આવ્યો હતો.

એમ.કે.ભાવનગર યુનિવર્સિટીની

ભાવનગરમાં 164, ગારિયાધારમાં 6 કેસ

અન્ય સમાચારો પણ છે...