ધાર્મિક નોંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાર્મિક નોંધ

}દશા ઝારોળા વણિક જ્ઞાતિ

રામનવમીનાપારણાની ઉજવણી પ્રસંગે તા. 6-4 ને ગુરૂવારે સાંજે 7-30 કલાકે જ્ઞાતિની વાડીમાં જ્ઞાતિ

}રૂપાવટિયાપરમાર પરિવાર

ચૈત્રીઆઠમના નૈવેદ અને યજ્ઞ તા. 4-4 ના રોજ રૂપાવટી ખાતે રાખેલ છે. દર્શન અને પ્રસાદનો પરિવારજનોએ લાભ લેવો.

}આનંદનગરમાંશિવકથા

આનંદનગરમાંસોમનાથ મંદિર પાછળ વિમાના દવાખાના મેઇન રોડ પરના બજરંગદાસબાપાના મંદિરમાં તા. 8 થી 18 અેપ્રીલ સુધી સુરેશભાઇ બી. ભટ્ટના વ્યાસાસને શિવકથા યોજાશે. કથાનો સમય સવારે 9-30 થી 12-30 અને બપોરે 3-30 થી 6-30 નો રહેશે.

}ચૈત્રમાસની આયંબીલ ઓળી

ભાવસારશાંતીલાલ ગોવિંદલાલ વડવા વર્ધમાન તપ જૈન આયંબીલશાળાના ઉપક્રમે ચૈત્ર માસની કાયમી ઓળીનો આદેશનો લાભ લેનાર માતૃશ્રી લક્ષ્મીબહેન સુુગનાથભાઇ રાયચંદભાઇ (ચોગઠવાળા,હાલ મુંબઇ) સહપરીવાર હસ્તે ઉષાબેન એમ. શાહ તથા શ્રીમતી કળાબેન શાંતીલાલ તરફથી કાયમી ઓળીનો લાભ લીધેલ છે. તા. 3-4 ને સોમવારથી તા. 11-4 સુધી ઓળી છે. વડવા જૈન ભોજનશાળામાં આયંબીલના નામ લખાવી જવા.

}નંદાલયહવેલી (સરદારનગર)

આગામીએપ્રિલ માસમાં પૂ. વલ્લભકુળના પાવન સાનિધ્યમાં યોજાનારા પુષ્ટિ ત્રિવેણી મહોત્સવ અંતર્ગત આયોજીત પુરૂષોત્તમ મહાયજ્ઞ અને સમૂહ માળા પહેરામણી માટે નામનોંધણીનું કાર્ય શરૂ છે. નામ નોંધાવવા માટે નંદાલય હવેલી (સરદારનગર)ના કાર્યાલયમાં સંપર્ક સાધવો.

}પંચવટીરામદરબાર

સ્વ.હરગોવિંદભાઇ દેવશંકરભાઇ ભટ્ટના સ્મરણાર્થે દિલીપભાઇ તથા રાજુભાઇ ભટ્ટ તરફથી રાત્રે 9 કલાકે પંચવટી રામદરબાર (પ્લોટ નં. 2414, ત્રિલોચન સોસા. સામે,નાગરીક બેન્ક પાછળ,ઘોઘા જકાતનાકા, શિવાજીસર્કલ) રાખેલ છે.

}દશાશ્રીમાળીસ્થાનકવાસી જૈન સંઘ

ભકિતબાગઉપાશ્રયે પૂ.ગીતાબાઇ મ.સ.ની પુનિત નિશ્રામાં સવારે 7-15 થી 8 જ્ઞાન શિબિર 9-30 થી 10-30 વ્યાખ્યાન ત્રિરંગી સામાયિકની આરાધના થશે.

}અધ્યાત્મવિદ્યામંદિરે તુલસી રામાયણના પાઠ

પ.પૂ.સ્વામીનીતત્પરાનંદજી ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી તા.5 સુધી સાંજે 4 થી 6-30 સમુહમાં રામાયણના પાઠ અધ્યાત્મ વિઘામંદિર વિદ્યાતીર્થ આશ્રમના હોલમાં નિર્મળ પ્લાઝાની પાછળના ખાંચામાં તળાજા રોડ સંસ્કાર મંડળ પાસે રાખેલ છે.

}શ્રીરામી માળી જ્ઞાતિ સમસ્ત મકવાણા કુટુંબ

કુટુંબનાકુળદેવી શ્રી શિહોરી માતાજીનો 19મો પાટોત્સવ તીથી ઉજવણી તા.1-4-17 શનીવારના સવારથી શરૂ થશે. તેમા મંગળા આરતી યજ્ઞ વિધિ, મહાપ્રસાદ વિ.પ્રોગ્રામ રાખેલ છે. સર્વેએ સહકુટુંબ વાળુકડ માતાજીના મઢે પધારવુ.

}દશાશ્રીમાળીસ્થાનકવાસી જૈન સંઘ

તા.1શનિવારે ગોંડલ સંપ્રદાયના વિદુષી મહાસતીજી ભદ્દાબાઇસ્વામી તેમજ પૂ.અજીતાબાઇ સ્વામી આદિ ઠા.6 રમણીકલાલ માણેકચંદ ગાંધીના નિવાસે સંસ્કાર મંડળ ચોક પ્લોટ નં.2056બી 2 તળાજા રોડ ખાતે પધારશે. ધર્મપ્રેમી ભાઇ,બહેને દર્શનનો લાભ લેવો.

વિવિધકાર્યક્રમ

}ભાવ. શિક્ષક નાણા ધિરનારી શરાફી મંડળી

તા.1-4 થી લોન પર 10.00 ટકાનું 9.50 ટકા વ્યાજ કરાયેલ છે. તથા પ્રાયોગિક ધોરણે શનિવારે મંડળીનું કામકાજ 11 થી 6 રાખેલ છે.

}ગર્વન્મેન્ટએમ્પ્લો. ક્રેડીટ સોસાયટી

સંસ્થામાં31 માર્ચના કામકાજના કારણે તમામ લેવડ-દેવડનું કાર્ય બંધ રહેશે.

}પાર્થએકટીવીટીઝ બાલ ભવન

બાલશ્રીકેમ્પ માટે જે વિદ્યાર્થીઓ જે વિઘાર્થીઓ રાજયકક્ષાએ ભાગ લેવા પસંદ થયા હોય તેઓ પાર્થ એકટીવિટીઝ બાલભવનમાં અનેરીબેન મહેતાનો સ્ટેટના ફોર્મ ભરવા માટે સંપર્ક કરવો. ક્રિએટીવ રાઇટીંગ તથા પરફોમીંગ આર્ટસમાં ભાગ લેવા માંગતા હોય તેઓ પણ બાલભવનમાં સવારે 9 થી 12, સાંજે 6 થી 8માં સંપર્ક કરવો.

}સર્વજ્ઞાતિ યુવક યુવતી પસંદગી મેળો

સત્યશોધક કેન્દ્ર દ્વારા સર્વ જ્ઞાતિ જીવન સાથી પસંદગી મેળામાં અગાઉ આવેલા યુવકોના બાયોડેટા જોવા માટે ફકત યુવતિઓના વાલીઓએ બાયોડેટા ફોટા સાથે 6 સ્વસ્તીક કોમ્પલેક્ષ ડોન રોડ ભાવનગર ખાતે 11 થી 1માં સંપર્ક કરવો.

}કેન્સરનારોગોની ફ્રીમા હોમિયોપેથીક સારવાર

સ્વામીવિવેકાનંદ હોમિયોપેથીક મેડીકલ કોલેજ હોસ્પીટલ દ્વારા સંચાલીત સંસ્થાની કોલેજ ઓપીડી સિદસર ખાતે તા.31 શુક્રવારે સવારે 9 થી 6 કેન્સરના અસાધ્ય રોગોમાં નિષ્ણાંત ટીમ દ્વારા સારવાર તદ્દન વિનામૂલ્યે કરવામાં આવશે. 2470055

}આર્યુવેદીકચુર્ણ તદ્દન રાહત ભાવે મળશે

મંગલચેરીટેબલ ટ્રસ્ટ એલઆઇજી 24 સોમનાથ મંદિર પાસ આનંદનગર ખાતે સોમથી શનિ સવારે 10 થી 12 અાયુર્વેદીક ચુર્ણ આંબળા, અરડુસી, અશ્વગંધા, હિમેજ, હિંગાષ્ટક, ઇસબગુલ, જેઠીમઘ, ત્રિફળ વિ.ચુર્ણ તદન રાહત ભાવે અાપવામાં આવશે.

}દવાનીસેવા માટે દવા મોકલવી

ગરીબોનેમફત દવા મળી રહે તે માટે આપના સગા સંબંધી, મિત્રો અને આપની પાસે પડેલી બિન ઉપયોગી દવાઓ ડ્રગબેન્કને સુર્યદર્શન કોમ્પલેક્ષ રબ્બર ફેકટરી સર્કલ ખાતે સાંજે 5-30 થી 8-30માં પહોંચતી કરવા સર્વે સેવાભાવી નાગરીકોને અનુરોધ છે.

}યોગતથા પ્રાણાયામનો નિ:શુલ્ક વર્ગ

યોગતથા પ્રાણાયામનો િન:શુલ્ક વર્ગ તા.31 શુક્રવારના સાંજે 6 થી 7-30 કલાકે ડો.ઉપેન્દ્રભાઈ દવે, પ્લોટ નં.1114, કુશ, તેલઘાણી પાછળ ભાણીમા કન્યા છાત્રાલય વાળી ગલી હનુમાનજીના મંદિર સામે રાખેલ છે.

}મોદીકુટુંબ

મોદીકુટુંબના સર્વો કુટુંબીજનો ગરીબપુરા માતાજીના સ્થાનકે તા.13-4 ગુરૂવારના રોજ પ્રતિષ્ઠા દિવસ છે. જે કુટુંબીજનો આવવા ઇચ્છતા હોય તેણે સમીરભાઇ મોદી 9825205781, જયેશ મોદી 9429094681, ઝરણાબેન મોદી 9924555723ને નામ નોંધવવા.

અન્ય સમાચારો પણ છે...