તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગારિયાધારમાં બે જ્ઞાિતના રત્નકલાકારો વચ્ચે ઘર્ષણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગારીયાધાર બ્યુરો| 7 સપ્ટેમ્બર

ભાવનગરિજલ્લામાં ગારીયાધાર ગામે બુધવારે બે જ્ઞાિતના રત્નકલાકારો વચ્ચે જૂની અદાવતે હીરાની લેતી-દેતી મામલે બે જૂથો આમને-સામને આવી ગયા હતા. પરંતુ પોલીસ સમયસર પહોંચી જતા મોટી અથડામણ ટળી ગઈ હતી.

ઘટના અંગેની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગારીયાધાર ખાતે આવેલ દેપલાપરા િવસ્તારમાં અંદાજિત 50 થી વધુ હીરાના કારખાના આવેલા છે. જેમાં 1 એકસ્પોર્ટના કારખાનામાં હીરાની લેતી-દેતી બાબતે અગાઉ હીરાના કારખાનાના માલિક અને કારીગર વચ્ચે માથાકૂટ થઈ હતી. જેની દાઝ રાખી આજે પણ બદલાના હીરાની લેતી-દેતી બાબતે ફરી ડખ્ખો સર્જાતા બે જ્ઞાિતના જૂથો આમને-સામને આવી ગયા હતા અને મોટી દુર્ઘટના સર્જાવાની હતી.

પરંતુ અંગે ગારીયાધાર પોલીસને જાણ થઈ જતાં કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી. જોકે, અંગે મોડી રાત્રિ સુધી પોલીસમાં કોઈપણ ફરિયાદ નોંધાવા પામી હતી. પરંતુ આવતીકાલે ફરીયાદ નોંધવામાં આવશે તેવું જાણવા મળેલ છે. રત્નકલાકારોમાં મામલે ઘેરા પડઘા પડ્યા હતા.

જૂની અદાવતની દાઝ

હીરાની લેતી-દેતી મામલે બે જૂથો આમને-સામને : પોલીસ પહોંચી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો