િવદ્યાર્થીઓની બેન્ક : વર્ષે રૂા.25000ની બચત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િવદ્યાર્થીઓની અનોખી બચત બેંક નવાગામ પ્રાથમિક શાળામાં ચાલી રહી છે. તેમાં સંપૂર્ણપણે બેંક જેવો જ વહિવટ ચાલતો હોય પાસબુકથી માંડી વ્યાજ, રોકાણ સહિતની સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ વાર્ષિક રૂા.25000 જેટલી રકમની બચત કરે છે. તેમાં રૂા.10થી ખાતું ખોલાવી શકાય છે.

િજલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સિદસર ખાતે યોજાયેલા એજ્યુકેશનલ ઈનોવેશન ફેરમાં ભાવનગર નજીક આવેલી નવાગામ શાળાનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં નાવિન્યસભર શિક્ષક હરદેવ ગઢવીએ બચત બેંકનો પોતાની શાળાનો કોન્સેપ્ટ રજૂ કર્યો હતો. બચત બેંકની સાથે ત્યાં રામહાટ એટલે કે િવદ્યાર્થીઓ માટે ખરીદ-વેચાણનો સ્ટોર ચાલે છે.જેમાં બેંકના નાણા રોકીને નફામાંથી વાર્ષિક 10% વ્યાજ પણ આપવામાં આવે છે.

શાળા ખુલતા 10.30 થી 11.30 એક કલાકના સમય દરમિયાન નાણા જમા-ઉપાડ કરી શકાય છે. બાળકોને શિક્ષણ સાથે કરકસર અને બચતની ટેવ પડે તે હેતુથી ખરા અર્થમાં કાર્યાન્વિત હોય તેવી બચત બેંકનો કોન્સેપ્ટ દરેક શાળાએ અપનાવવા જેવો છે.

જરૂરિયાત પ્રમાણે વાલીઓ પણ ઉપયોગ કરે છે...
બેંક છેલ્લા 5 વર્ષથી એટલી સફળતાપૂર્વક ચાલી રહી છે કે જો વાલીઓને જરૂરિયાત ઊભી થાય તો તેઓ પણ વિદ્યાર્થીઓની બચત બેંકનો ઉપયોગ કરે છે. બેંક અને રામહાટના સંયુક્ત ઉપક્રમે દર વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે બાળકોને શિલ્ડથી નવાજીએ છીએ. બાળકોના જન્મદિવસે આ રીતે ભેટ પણ આપીએ છીએ. હરદેવ ગઢવી, શિક્ષક, નવાગામ પ્રા.શાળા

હાલ 66 િવદ્યાર્થીઓના ખાતા
ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગના 66 િવદ્યાર્થીઓના ખાતા બેંકમાં છે. રામહાટના કારણે તેઓ ખરીદી પણ અહીંથી જ કરે છે. ખાસ કરીને શાળામાંથી યોજાતા પ્રવાસ-પર્યટનમાં બચતબેંકની રકમ ખૂબ કામમાં આવે છે. આત્મગૌરવ અને સ્વનિર્ભરતાની લાગણી જન્મે છે.

અન્ય સમાચારો પણ છે...