હજારો ભાવિક ખજૂર ખાય છતાં ઠળિયો જોવા મળે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારીયાધારનાવીરડી ગામે હિન્દુ - મુસ્લિમ સમાજ માટે આસ્થાના પ્રતિકરુપ જગતપીરબાપાની જગ્યાનો અનેરો મહીમા છે. ધુળેટીના દિવસે અસંખ્ય શ્રદ્ધાળુઓ બાપાની જગ્યાએ માનતા લઇને આવે છે.

ગારીયાધાર તાલુકાા વીરડી ગામની વાડીમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતીક જગતપીરબાપાની જગ્યા આવેલી છે. અહીં ધુળેટી તહેવારના દિવસે હજારો હિન્દુ મુસ્લિમ ભાવિકો માનતાઓ લઇને આવે છે અને ખજુર દાદાને ચડાવે છે. અહીં હજારો ભાવિકો પ્રસાદના રૂપમાં ખજુર આરોગે છે તેમ છતા અહી બીજા દિવસે વાડીમાં આવીને જુઓ તો આસપાસમાં કયાંય ખજુરનો એક ઠળીયો જોવા મળતો નથી કે આસપાસ કયાંય ખજુરી ઉગી નિકળી હોય તેવી ઘટના બની નથી.

ધુળેટીના દિવસે હિન્દુ-મુસ્લિમ સમાજ માનતા લઇને દાદાના દર્શને આવે છે. જગતપીર દાદાના અનેક પરચાઓ અને લોકવાયકાઓ અહીં પ્રચલીત છે. વીરડી ગામમાં ખીમજીભાઇ ગીગાભાઇની વાડીમાં જગતપીર દાદાની જગ્યા આવેલી છે. જગતપીર દાદાની જગ્યા પર કોઇ સાધુ - સંત કે ફકીર રાતવાસો કરી શકતું નથી. જગતપીર દાદા તમામ પ્રકારની મનોકામના પુર્ણ કરતા ધુળેટી પર્વ દરમિયાન લોકો અહી ખજુર અને પતાસા ચડાવવા આવે છે. ધુળેટીના દિવસે ગારિયાધાર, જેસર, દામનગર, સાવરકુંડલા સહિત અનેક સ્થળોએથી ભાવિકો આવે છે.

ધુળેટીના દિવસે શ્રધ્ધાઓની ભારે ભીડ

ગારિયાધારના વિરડી ગામે આસ્થાના પ્રતીક જગતપીરબાપાની જગ્યાનંુ અનોખી મહત્ત્વ

અન્ય સમાચારો પણ છે...