ગ્રામ્ય વિસ્તારમાં આખલાને છોડવા જતા ગ્રામજનોએ કર્યો હલ્લાબોલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારિયાધાર બ્યુરો | 11 ફેબ્રુઆરી

ગારીયાધારમાંરખડતા ઢોરથી શહેરીજનો ત્રાસી ગયા છે. ત્યારે થોડા દીવસો પહેલા એક આખલાએ શહેરમાં સાત થી આઠ વ્યક્તીને અડફેટે લીધા હતા. ત્યારે તંત્ર સફાળુ જાગી આખલાને પકડીને ગારીયાધારના ભંડારીયા ગામ નજીક છોડી દેવામા આવ્યો હતો. ત્યારે આખલાની રંજાડ ગામમાં અને સીમ વિસ્તારમાં વધી જતા લોકો ત્રાસી ગયા હતા.

આજે પણ ગારીયાધાર ન.પા. દ્વારા એક આખલાને પકડીને વાહન દ્વારા ભંડારીયા ગામ પાસે છોડવા માટે જતુ હતુ ત્યારે ભંડારીયા ગ્રામજનોને જાણ થતા જે વાહનમાં આખલો હતો તેને ઘેરાવ કર્યો હતો. નગરપાલીકાને ઘટનાની જાણ થતા નગરપાલીકા દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વાહનને છોડવવામાં આવ્યુ હતુ અને મામલો થાળે પાડ્યો હતો. ત્યાર પછી આખલાને પાંજરાપોળમાં તેમજ કોઇ અન્ય જગ્યા પર મુકવામા આવશે તેથી ગ્રામજનો શાંત પડ્યા હતા.

આમ, આજે આખલા બાબતે ભંડારીયા ગ્રામજનો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.

આખલાને પાંજરાપોળમાં મોકલાયો છે

^આખલાનેપકડીને વાહનમાં ભંડારીયા ગામની આસપાસ છોડવા જતા હતા ત્યારે ગ્રામજનો દ્વારા વાહનોનો ઘેરાવ કરતા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સથળે પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો. ત્યારપછી આખલાને પાંજરાપોળમાં મુકવામાં આવ્યો હતો. >એલ.ડી.વણઝારા,સેનેટરીઇન્સ્પેકટર, ગારિયાધાર ન.પા.

ગારિયાધાર નગરપાલિકા દ્વારા ભંડારીયા નજીક આખલાને છોડવા જવા ગ્રામજનો રોષે ભરાયા

આક્રોશ| ન.પા. દ્વારા રખડતા ઢોર સામે કાર્યવાહી બાદ

અન્ય સમાચારો પણ છે...