તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરના 82 પરીક્ષા ખંડોમાં ટેબલેટથી થતુ લાઇવ મોનિટરિંગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 19 માર્ચ

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષા લેવાઇ રહી છે તેમાં વર્ષે ભાવનગર શહેર અને જિલ્લામાં મોટા ભાગના પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવીની સુવિધા છે પણ આમ છતાં 6 જેટલી હાઇસ્કૂલના 82 જેટલા હોવાથી ટેબલેટ લગાવવામાં આવ્યાં છે અને તમામ પરીક્ષા ખંડોનું લાઇવ મોનિટરિંગ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં 1500થી વધુ પરીક્ષા ખંડોમાં ટેબલેટ ગોઠવામાં આવ્યાં છે.

ગત તા.15 માર્ચથી સમગ્ર રાજ્યમાં બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષા શરૂ થઇ ગઇ છે અને તેમાં ગેરરીતિઓને ડામવા માટે અને કોઇ પણ કોપી કેસ કે અન્ય કોઇ ગેરરીતિ કરવામાં આવે તો તેનું રેકોર્ડિંગ મળી રહે તે હેતુથી રાજ્યભરમાં 60 હજારથી વધુ પરીક્ષા ખંડોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આમ છતાં જે શાળાઓમાં સીસીટીવી કેમેરાની સુવિધા શક્ય થઇ હોય ત્યાં ટેબલેટ લગાવવામાં આવ્યા છે. જેમાં ભાવનગરમાં જોઇએ તો એમ.ડી. પટેલ હાઇસ્કૂલ, ગારિયાધાર, ધનેશ મહેતા હાઇસ્કૂલ, ક્રેસન્ટ સર્કલ, ભાવનગર, મહાલક્ષ્મી હાઇસ્કૂલ, ડોન, ભાવનગર, સંસ્કાર વિદ્યાલય, આખલોલ જકાતનાકા, ભાવનગર, સનાતન ધર્મ હાઇસ્કૂલ, ભાવનગર અને વાળુકડ માધ્યમિક શાળા, વાળુકડ (જીજી) ખાતે ટેબ્લેટની સુવિધા આપવામાં આવી છે અને ઇલે. સર્વેલન્સની માધ્યમ થકી હાઇસ્કૂલના 82 જેટલા પરીક્ષા ખંડોમાં ચાલતી પરીક્ષાનું લાઇવ મોનિટરિંગ થઇ રહ્યું છે તેમ જાણવા મળ્યું છે.

પરીક્ષામાં સીસીટીવી હોય ત્યાં ટેબલેટ મુકાશે

ભાવનગરની 6 હાઇસ્કૂલોમાં ટેબલેટ મુકાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો