તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રત્નકલાકારો વચ્ચે ઘર્ષણ મામલે ત્રણ સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારીયાધાર બ્યુરો | 8 સપ્ટેમ્બર

ગારીયાધારમાંગત રાત્રિનાં સમયે થયેલ રત્નકલાકારો વચ્ચેનાં ઘર્ષણ બાબતે બે જૂથો આમને-સામને આવી ગયા હતા. જોકે પોલીસે સમયસર પહોંચી મોટી દુર્ઘટના થતી અટકાવી હતી. અંગે આજરોજ ગારીયાધાર પોલીસ મથકમાં ત્રણ શખ્સો િવરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

ઘટનાની વિગતો મુજબ ગત મોડી રાત્રિનાં 1 વાગ્યા આસપાસ એક પક્ષનાં મહેશભાઈ ધીરૂભાઈ કોળીએ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેમની જ્ઞાિતનાં મિત્રને અગાઉ માથાકૂટ અંગે દવાખાને દાખલ કરેલ હોય જેની ખબર કાઢવા ગયેલ જેની દાઝ રાખી આરોપીઓ િદપક એલ. ખૂંટ, કુખ્યાત આરોપી અને તાજોતરમાં રાજકોટ જેલમાંથી જામીન પર છૂટેલ ગારીયાધારનો રીઝવાન ફકીર તથા ગારીયાધારમાં આવેલ હરિદર્શન એક્ષપોર્ટનાં મેનેજર ડાયાભાઈ પટેલ કે જેની સામે અગાઉ પણ કારીગરો સાથે ઝઘડા કરાયાની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાવાઈ છે.

ત્રણેય શખ્સોએ ફરિયાદીને બડીયા વડે મુંઢમાર મારી, ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

ગઈકાલે ગારિયાધારમાં ઘટના બનેલ

કારખાનાનાં માલિક સામે અગાઉ પણ કારીગરોએ ફરિયાદ કરવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો