તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મકાનમાંથી ખજાનો કાઢી આપવાનાં બહાને રૂપિયા 7 લાખની છેતરપિંડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગારીયાધાર બ્યુરો| 8 સપ્ટેમ્બર

ગારીયાધારમાં રહેતા મુસ્લિમ વેપારી અને ફરિયાદી હબીબભાઈ મહમદભાઈ સાહેલીયાએ ગારીયાધાર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓ સૈયદ કાદરી ઝબ્બારમીંયા ઈમામમીયા, કુરેશી સાજીદભાઈ ઈસુબભાઈ અને ફકીર લુકમાન નુરશાએ હબીબભાઈનાં પરીચિત એવા અકબરબાપુ ઉપલેટાવાળા સાથે તેમનાં રહેણાંકનાં મકાનમાં માયા (ખજાનો) હોવા અંગે વાતચીત થયેલ ત્યારે તેમણે જણાવેલ કે બાબતે મારા પરીચિત એવા સૈયદ કાદરી સારૂ જાણે છે. જેથી તેમનો સંપર્ક કરતાં તેઓએ સ્થળ પર તેમનાં સાથીદારો સાજીદભાઈ અને લુકમાનભાઈ સાથે 1 વર્ષ પૂર્વે ગારીયાધાર તેમનાં ઘરે આવેલ અને અરીસો સામે રાખી મંત્ર પઢેલ અને ખરેખર મકાનમાં ચાર દેગ ભરેલું સોનુ છે અને તે હું ચોક્કસ કાઢી આપીશ તેમ જણાવેલ.

આમ તેઓની પાક્કી ખાતરી સાથેની વાત સાંભળી હબીબભાઈએ તેઓ પર િવશ્વાસ મુકેલ અને ત્યારબાદ ખજાનાને બહાર લાવવા વિધિ કરવાનું નક્કી થયેલ અને તે સમયે વિધિ કરવાનાં ખર્ચની રકમ નક્કી થયેલ. અને્ તે સમયે વિધિ કરવાનાં ખર્ચની રકમ નક્કી થયેલ. બાદમાં બે મહિનામાં જુદી-જુદી ત્રણ વખત વિધિનાં નામે ખર્ચનાં રૂા.1,70,000 રોકડાં વસુલ કરેલ. બે માસ બાદ ગ્રહોની દશા સારી હોય વિધિ હાથ ધરવાનું નક્કી થયેલ અને રાત્રિનાં વિધિ દરમ્યાન વિધિ અટકાવી સૈયદ કાદરીએ જણાવેલ કે માયા પર સાપનો પહેરો છે. તેમ કહી વિધિનાં વધુ રૂા.1,20,000/- મેળવેલ અને ત્યારબાદ ચારથી પાંચેક માસ પૂર્વે ફરી વિધિ કરતાં મકાનનાં ભાગે જમીનમાં ઊંડો ખાડો ખોદવામાં આવેલ અને તેમાં દેગનાં કડા દેખાતા અને તે સમયે પણ તેમાંથી સાપ બહાર આવતાં આરોપીએ વિધિ ખર્ચનાં રૂ.80 હજાર વસુલ્યા હતાં.

દરમ્યાન ગત તા.6-9-16નાં રોજ ત્રણેય આરોપીઓ હબીબભાઈનાં ઘરે અચાનક આવેલ અને જણાવેલ કે ઋષી પાંચમનો િદવસ છે અને આજે તો સોનું ભરેલા ચારેય દેગ બહાર કાઢવામાં જરૂર સફળ થઈશું અને ફરી આખીરાત વિધિ કરેલ. પરંતુ માયા દેખાઈ હતી. આમ માયા કાઢવાનાં નામે ઉપરોક્ત ત્રણેય શખ્સોએ હબીબભાઈ સાથે રૂા.7,10,000/-ની છેતરપિંડી કરી નાણાં મેળવ્યાની ફરિયાદ પોલીસમાં કરી ત્રણેય આરોપીઓને પોલીસ હવાલે કરતાં પોલીસે ત્રણેયને લોકઅપ હવાલે કર્યાં છે.

ત્રણ આરોપી લોકઅપ હવાલે : િવશ્વાસઘાતની ફરિયાદ

જંતર-મંતર| ગારિયાધાર ખાતે બનેલી ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો