તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગારિયાધાર પં.ની આયોજન બેઠક મુદ્દે મડાગાંઠ!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારિયાધાર પં.ની આયોજન બેઠક મુદ્દે મડાગાંઠ!

ભાવનગર: તાલુકા પંચાયત હેઠળના ગામોમાં વિકાસના કામો કરવા માટે તાજેતરમાં ગારિયાધાર પંચાયતમાં મળેલી આયોજનની બેઠકમાં ગેરહાજર ધારાસભ્ય નાકરાણીએ બેઠક ફરી વખત બોલાવવાનો હઠાગ્રહ કરતા તંત્ર મુંઝવણમાં મુકાયંુ છે. જોકે તે જે સમયે મળેલી બેઠકમાં નિયમાનુસાર કોરમ પુંરૂ થઇ ગયંુ હતંુ. પરંતુ બેઠકમાં ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી ગેરહાજર રહ્યા હતા. દરમિયાનમાં સભા ચાલું હતી, તે સમયે ટીડીઓએ ઓચિંતા કહ્યંુ હતંુ કે, સભા બંધ રાખો ધારાસભ્ય આવી શકે તેમ નથી. આથી અન્ય સભ્યોએ સભા ચાલુ રાખી હતી, તેમજ સભ્યોનું કોરમ પુરૂં થઇ જતા નિયમાનુસાર ઠરાવોને બહાલી આપવાની કાર્યવાહી પૂર્ણ કરાવી હતી. અંગે ધારાસભ્ય નાકરાણીએ જણાવ્યું હતું કે િવધાનસભા ચાલુ હોવાથી ગેરહાજર હતાે.

અન્ય સમાચારો પણ છે...