તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગારિયાધાર એસ.ટી. ડેપોમાં શૌચાલયો જર્જરીત હાલતમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગારીયાધાર બ્યુરો | 12 સપ્ટેમ્બર

ગારીયાધારશહેરમાં એસ.ટી. સ્ટેન્ડમાં શૌચાલયની જર્જરીત હાલતથી મુસાફરો મુશ્કેલી ભોગવી રહ્યાં છે. શૌચાલયની પાછળની િદવાલની જર્જરિત હાલતથી ધરાશાયી થવાની સંભાવનાં છે. જેથી કોઈ અકસ્માત પણ સર્જાઈ શકે છે.

ગારીયાધાર એસ.ટી. બસસ્ટેન્ડમાં શૌચાલયો એકદમ જર્જરીત હાલતમાં છે. શૌચાલયોની અંમદર તંત્ર દ્વારા થોડા દિવસ પહેલા રીનોવેશનનું કામ કરાવ્યું છે. પણ શૌચાલયની પાછળ દિવાલ એકદમ જર્જરીત હાલતમાં છે. તેથી ક્યારેક મોટો અકસ્માત થવાની સંભાવના છે. પાછળની દિવાલ પાયામાંથી એકદમ જર્જરીત હાલતમાં છે. િદવાલનાં પોપડા પણ ઉખડી ગયા છે. તેથી ક્યારેક મોટી દુર્ઘટના બની શકે તેમ છે. શૌચાલયો એકદમ જૂના છે. ચોમાસા દરમિયાન ક્યારેક વધારે વરસાદ પડ્યો હોય ત્યારે એસ.ટી. બસ સ્ટેન્ડમાં પાણી પણ પડે છે. ગારિયાધાર એસ.ટી. ડેપો નવા બિલ્ડીંગમાં ક્યારે બનાવવામાં આવશે ? તેવું લોકોનાં મુખે ચર્ચાઈ રહ્યું છે. તંત્ર બાબતે વહેલીતકે યોગ્ય પગલાં લે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

નવો ડેપો બનાવવાની કામગીરી શરૂ થશે

^ગારિયાધારએસ.ટી.સ્ટેન્ડનાં શૌચાલયો જર્જરીત છે. પણ ગારીયાધાર એસ.ટી. ડેપોને પાડીને નવો બનાવવામાં આવશે. નવા એસ.ટી. ડેપો બનાવવા માટેનો નકશો પણ આવી ગયો છે. અંદાજે કામ 2 મહિના પછી કરવામાં આવશે.> વાય.જે.ગૌસ્વામી, ડેપોમેનેજર ગારીયાધાર એસ.ટી.

દુર્ઘટના સર્જાઈ તે પહેલા શૌચાલયોની મરામત જરૂરી

દુર્દશા| શૌચાલયની િદવાલો ધરાશાયી થવાની સંભાવના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો