તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગારિયાધારમાં ગટરના ખુલ્લા ઢાંકણાથી પરેશાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારિયાધાર બ્યુરો | 21 માર્ચ

ગારિયાધારશહેરના વાઘાણી શેરીમાં હનુમાનજીના મંદિર સામે ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી ગટરનુ પાણી રોડ પર આવતા ખુબ ગંદકી જોવા મળે છે. સામે ગટરનુ ઢાંકણુ ખુલ્લુ છે. તેથી નાના બાળકો પણ જગ્યા પર રમતા હોય છે. ત્યારે ખુલ્લા ઢાંકણામાં બાળકો પડી જવાની શકયતા વધુ રહે છે તેમ અહીંના રહિશો કહી રહ્યા છે.

વિસ્તારના રહિશો દ્વારા ખુલ્લા ઢાંકણા માટે અનેક વખત તંત્રને રજુઆત પણ કરેલી છે તેવુ રહિશો કહી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કોઇ પગલા બાબતે હજી સુધી લેવાયા નથી.

છેલ્લા ઘણા મહિનાઓથી ગટરનુ ઢાંકણુ ખુલ્લુ હોવા છતાં તંત્રને ઢાંકણુ ફિટ કરવા કે ગંદકી દુર કરવા સમય મળતો નથી તેવુ વિસ્તારના રહિશો કહી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો