ખોડવદરી ગામે તળાવનાં દૂષિત પાણી પ્રશ્ને શાળાને તાળાબંધી

આરોગ્ય સામે ખતરો | શાળામાં અભ્યાસ કરતાં 250 વિદ્યાર્થીઓ ગટરનું દુષિત પાણી ખોડવદરી ગામનાં તળાવમાં ભળી જતાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:51 AM
ખોડવદરી ગામે તળાવનાં દૂષિત પાણી પ્રશ્ને શાળાને તાળાબંધી
ગારીયાધાર શહેરનું ગટરનું દુષિત પાણી ખોડવદરી ગામનાં તળાવમાં ભળી જતાં ગામની પ્રાથમિક શાળા આ દુષિત પાણીનાં તળાવની બાજુમાં હોવાથી શાળાને તાળાબંધી કરી વિરોધ ર્ક્યો હતો.

ગારીયાધારનાં ખોડવદરી ગામનાં તળાવમાં છેલ્લાં 10 વર્ષથી ગારીયાધાર શહેરનું ગટરનું દુષિત પાણી ભળી જતાં ગામનાં લોકો રોગનો ભોગ બન્યા છે. ખોડવદરી પ્રાથમિક શાળા આ દુષિત તળાવની બાજુમાં જ આવેલી છે. જેમાં 250 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આ શાળામાં બાળકોને પીવાલાયક પાણી શાળામાં નથી અને દુષિત પાણી અને તળાવ નજીક હોવાથી વિદ્યાર્થીઓને પણ ધાધર જેવા ચામડીનાં રોગ થયા છે ત્યારે તે તાળાબંધી કરવામાં આવી હતી અને ગ્રામજનો દ્વારા આ દુષિત પાણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. તાળાબંધી કરી હોવા છતાં આ ગામમાં કોઇપણ અધિકારીઓ પણ ફરક્યાં ન હતાં.

કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તાળાબંધી રહેશે

ગામમાં દુષિત પાણીથી કેન્સરો, ધાધર, ખંજવાળ, માથાનાં વાળ જેવા રોગો ગ્રામજનોને થયા છે. આ બાબતે તંત્રને અનેક વખત રજૂઆત કરી છે છતાં તંત્ર કોઇ ધ્યાન આપતું નથી. જેથી અમે લોકોએ શાળાને તાળાબંધી કરી વિરોધ ર્ક્યો છે. તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી નહીં કરવામાંઆવે ત્યાં સુધી શાળાને તાળાબંધી રાખવામાં આવશે. અબ્દુલભાઇ દલ, સરપંચ, ખોડવદરી ગ્રામ પંચાયત

વિદ્યાર્થીઓનાં આરોગ્યને અસર થઇ છે

દુષિત પાણી તળાવમાં ભળી ગયું હોવાથી શાળા તળાવ નજીક હોવાથી વિદ્યાર્થીઓ રોગનો ભોગ બને છે. ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરેલ છે. તાળાબંધી કરેલ હોવાની મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને મેં જાણ કરી છે. પ્રકાશભાઇ વણોદરીયા, આચાર્ય, ખોડવદરી પ્રા. શાળા

આ પ્રશ્ને વહેલી તકે ઉકેલ લવાશે

ખોડવદરી ગામે શાળાને તાળાબંધીની જાણ થતાં મેં સરપંચ સાથે ટેલીફોનીક વાતચીત કરતા આ બાબતે સમજાવટ કરીને શાળાનાં તાળા ખોલવામાં આવ્યા હતાં. આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લવાશે. કે.આર.ચુડાસમા, તાલુકા વિકાસ અધિકારી, ગારીયાધાર

શાળા નજીક આવેલા તળાવમાં ગટરના પાણી સલવાતા િવદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે.તસવીર - શિલ્પેશ પરમાર

X
ખોડવદરી ગામે તળાવનાં દૂષિત પાણી પ્રશ્ને શાળાને તાળાબંધી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App