તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગારિયાધારમાં આંગણવાડી નજીક ગંદકીનું સામ્રાજય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારીયાધાર બ્યુરો | 13 જુલાઇ

ગારીયાધારશહેરમાં આવેલી ખત્રીની કુઇ વિસ્તારમાં જયાં આંગણવાડી તેમજ પ્રાથમિક શાળા આવેલી ત્યાં કાદવ કિચડથી ગંદકીએ માજા મુકી છે. વિસ્તારમાં આંગણવાડીની બાજુમાં ગંદકી હોવાથી રોગચાળો ફેલાવવાની શકયતાઓ રહેલી છે.

આંગણવાડીમાં નાના ભુલકાઓ આવતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલા લઇ ગંદકી દુર કરવામાં આવ તેવુ લોકો ઇચ્છી રહ્યા છે. આંગણવાડી પાછળ સરકાર દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. ત્યારે જયાં નાના ભુલકાઓ આવતા હોય ત્યાં ગંદકીએ માજા મુકી છે.

બાબતે તંત્ર યોગ્ય પગલા લે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે.

સફાઇ કરાવી છે ગંદકી

થશે તો કાર્યવાહી

^આવિસ્તારમાં પહેલા પણ ગંદકી હતી ત્યાં હું રૂબરૂ જઇને ગંદકીને સાફ સફાઇ મે કરાવી હતી હજુ પણ ત્યાં ગંદકી થઇ હોય તો વહેલી તકે જગ્યાએ સફાઇ થઇ જશે. >કે.બી.ચુડાસમા, ચીફઓફીસર ગારીયાધાર નગરપાલિકા

આંગણવાડીમાં આવતા ભુલકાઓના ગંદકીથી આરોગ્ય સામે ગંભીર ખતરો

તંત્ર દ્વારા તાકીદે સફાઇ જરૂરી

અન્ય સમાચારો પણ છે...