તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગારિયાધાર તાલુકાની જનતા શબવાહિનીની સુવિધાથી વંચિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારીયાધારનીજનતા માટે આરોગ્યલક્ષી સુવિધા માટે સરકારી હોસ્પિટલ બનાવવામાં આવી પરંતુ મૃતકોને જે તે સ્થાને પહોંચાડવા માટે શબવાહિનીની સુવિધા નહિ હોવાથી મૃતકના સગાઓને પરેશાની ભોગવવી પડે છે. અને જે તે વાહનોમાં શબને લઇ જવુ પડે છે.

ગારિયાધાર શહેર અને તાલુકાની જનતાની સુવિધા માટે એક પણ શબવાહિની નથી. ગારિયાધાર શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં અનેકવાર અકસ્માતથી લોકો મૃત્યુ પામે છે. મોત થયા બાદ સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કર્યા પછી જે તે મૃતકને તેના ગામ સુધી પહોંચાડવા માટે ખાનગી વાહન ભાડે કરવુ પડે છે.

ગારિયાધાર શહેરમાં લાખોના ખર્ચે સરકારી હોસ્પિટલ તો બનાવવામાં આવી પણ ગારીયાધાર શહેરમાં આવી કોઇ શબવાહિનીની સુવિધા ઉપલબ્ધ નથી. ગારિયાધારમાં નગરપાલિકા કે સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત શબવાહિની સેવા ઉપલબ્ધ હોવાને કારણે ઘણી અગવડતાઓ વચ્ચે મૃતકના પરિવારોને પોતાના સ્નેહિજનોનુ શબ ગમે તે વાહનમાં અને ગમે તેવી સ્થિતિ વચ્ચે લઇ જવુ પડતુ હોય છે. ગારિયાધાર તાલુકામાં ધારાસભ્ય, સાંસદ, નગરપાલિકા અથવા દાતાઓ દ્વારા શબવાહિનીની સુવિધા વહેલી તકે પ્રાપ્ત થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

સુવિધા અપાવવા દાતાઓ-સંસ્થાઓ આગળ આવે

મૃતકના સગાઓને મૃતદેહ ગમે તે વાહનમાં લઇ જવો પડે તેવી સ્થિતિ

અન્ય સમાચારો પણ છે...