તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Gariadhar
  • શાળાની જર્જરિત બિલ્ડીંગનાં કારણે અન્ય શાળામાં અભ્યાસ કરતી 400 િવદ્યાર્થિનીઓ

શાળાની જર્જરિત બિલ્ડીંગનાં કારણે અન્ય શાળામાં અભ્યાસ કરતી 400 િવદ્યાર્થિનીઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારિયાધાર શહેરની આરએમ શાહ કન્યાશાળાનું િબલ્ડીંગ અત્યંત જર્જરિત થઈ ગયું હોય લાંબા સમયથી મરામત ઝંખી રહ્યું છે. હાલમાં શાળાનાં િબલ્ડીંગનાં અભાવે શાળાની 400 જેટલી િવદ્યાર્થીનીઓ એમ.ડી. પટેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહી છે.શાળા પ્રવેશોત્સવમાં મોટા મોટા કાર્યક્રમો યોજવાને બદલે િવદ્યાર્થીઓની મૂળભૂત જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે તેવું લોકો કહી રહ્યાં છે.

ગારિયાધારમાં હાલમાં રાજકીય નેતાઓ શાળા પ્રવેશ ઉત્સવ ઊજવી રહ્યા છે ત્યારે ગારિયાધારની આર.અેમ શાહ શાળાની મરામત કરવાનું સુજતુ નથી. શહેરમાં મેઇન બજારમાં આવેલી નપા સંચાલિત આરએમ શાહ કન્યાશાળા વર્ષોથી ચાલુ હતી પરંતુ આનું બિલ્ડીંગ જર્જરીત હાલતમાં થતા છેલ્લા પાંચ છ વર્ષથી આ શાળા શહેરની એમ ડી પટેલ મા આ સ્કૂલમાં ચાલુ કરવામાં આવી છે આ શાળાની વિદ્યાર્થીનીઓ ઘણાં વર્ષોથી અન્ય શાળામાં બેસાડાઈ રહી છે. છતાં પણ જે બજારમાં આવેલી જૂની આરએમ શાળાના બિલ્ડીંગનું અાજ દિન સુધી નથી પાડવામાં આવી કે નથી શાળાના બિલ્ડીંગનું મરામત કરવામાં આવ્યું જ્યારે એમડી પટેલ હાઇસ્કૂલમાં આરંભ શાળાની વિદ્યાર્થિનીઓ અંદાજે 400 જેટલી શાળામાં હાલમાં ભણે છે છતાં આ તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી .એમડી પટેલ હાઇસ્કૂલમાં હાલમાં સરકારી સાયન્સ કોલેજ પણ આ હાઇસ્કુલના બિલ્ડીંગમાં જ ચાલુ કરવામાં આવી છે.

તો તંત્ર દ્વારા આ શાળા બાબતે યોગ્ય પગલાં લે તેવું લોકો ઇચ્છી રહ્યા છે .

જનરલ બોર્ડમાં િનર્ણય લેવાશે
નગરપાલિકામાં જનરલ બોર્ડ દસેક દિવસમાં મળવાનું છે તેમાં આ બંને શાળાની મરામત કરવા બાબતનો નિર્ણય લેવામાં આવશે ત્યારબાદ આ શાળાની મરામત કરવામાં આવશે. બી.આર બરાળ, ઇન્ચાર્જ ચીફ ઓફીસર ગારિયાધાર ન.પા

અન્ય સમાચારો પણ છે...