સોશ્યલ મીડીયામાં ન.પા.પ્રમુખ વિશે અભદ્ર ટીપ્પણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારીયાધાર બ્યુરો | 12 ઓગસ્ટ

ગારીયાધારનગરપાલીકા પ્રમુખ દ્વારા સોશ્યલ મિડીયામાં છેલ્લા ઘણા દિવસોથી ફેસબુક આઇ.ડી બનાવી પોતાની અંગત બાબતો તેમા મુકી પ્રમુખ તથા સરકારને બદનામ કરવાનો પ્રયત્ન કરાયાનો આક્ષેપ મુકી અંગે ગારીયાધાર પોલીસને અરજી કરી જાણ કરવામા આવી છે.

ગારીયાધાર નગરપાલીકા પ્રમુખ વલ્લભભાઇ એન.જાદવ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડીયામા ફેસબુક આઇ.ડી.ગારીયાધારનો ગાંડો અને ગારીયાધાર વિકાસ ઝંખે છે.નામની આઇ.ડી.બનાવી ન.પા.પ્રમુખની અંગત બાબતો તેમજ ભાજપ સરકાર વિરૂધ્ધ ખરાબ શબ્દો લખેલ છે.અને તેમણે અરજીમાં જણાવ્યું છે કે ગારીયાધાર શહેરનો વિકાસ જન જોઇ શકતા અમુક ત્તવો ફેસબુક આઇ.ડી.બનાવી તે�ઓને રાજકીય રીતે નબળા પાડવાનો પ્રયત્નો કરવામા આવે છે.અને વારંવાર નવાનવા લખાણ મુકવામા આવે છે.અને પ્રમુખને માનસીક ત્રાસ અપાય છે.જેથી તે�”ને સમાજ અને જીવનમા મોટુ નુકસાન થઇ રહયુ છે.તો આવા તત્વોને યોગ્ય શિક્ષા થાય તેવી અરજી પ્રમુખે ગારીયાધાર પોલીસને આપી યોગ્ય કરવા જણાવ્યું છે.

ગારીયાધારમાં ઘટનાએ ભારે ચકચાર મચી જવા પામી છે. ગારીયાધાર તાલુકા અને આજુબાજુના ગ્રામ્ય પંથકના રાજકીય આગેવાનોમાં પણ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. ત્યારે નગરપાિલકાના પ્રમુખે પણ અંગે રોષ વ્યક્ત કરી શહેરના િવકાસના કામોમાં રોડા નાખનાર આવા તત્વોને તાત્કાલીક ઝબ્બે કરી તેઓ ઉપર કાનૂનનો કોયડો વિંઝી કાયદેસર કાર્યવાહી કરી પાઠ ભણાવવા માટે પણ લોકોએ માંગ કરી છે.

ફેસબુક ની આઇડી ગારીયાધારનો ગાંડો

ગારીયાધાર ન.પા.પ્રમુખે વિકાસ જોઇ શકનારા તત્વો સામે પોલીસમાં કરી ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...