ચાવંડ ચોકી પાસે કારમાંથી 20 લાખ સાથે યુવક ઝડપાયો
લાઠીનાચાવંડ પોલીસ ચોકી નજીક ગઇકાલે પોલીસે એક યુવાનને કારમાંથી રોકડ રૂ.20 લાખ સાથે ઝડપી પાડ્યો હતો. લાઠીમાં રહેતા અમીતભાઇ જીતેન્દ્રભાઇ જોષી નામના યુવકને અહી ઢસા ખાતે નર્મદા કોટન ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. યુવાન ગઇકાલે બાબરા એસ.બી.આઇ બેન્કમાંથી રૂ.20 લાખની રોકડ લઇને ઢસા તરફ આવી રહ્યો હતો. દરમિયાન ચાવંડ પોલીસ ચોકી પાસેથી પોલીસે કારની ચેકિંગ દરમિયાન એક સાથે 20 લાખની રોકડ મળી આવતા પોલીસે ઇન્કમટેક્ષ ઓફીસરનો જાણ કરી હતી. બાદ રાજકોટ અને અમરેલીથી ઇન્કમટેક્ષ ઓફિસરો દોડી આવ્યા હતા.આ બાદ ઇન્કમટેક્ષ ઓફીસર દ્વારા યુવાનની પુછપરછ કરાઈ હતી. જેમાં યુવાને 20 લાખ રોકડના તમામ પુરાવાઓ ઇન્કમટેક્ષ ઓફીસરો સમક્ષ રજુ કર્યા હતા. જે તમામ ડોક્યુમેન્ટની તપાસ કરીને યુવાનને છોડી મુકવામાં આવ્યો હતો.