• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Gadhada
  • હિંમતભાઇ કટારીયાના સફળ માર્ગદર્શનમાં ચાલતી અલાયદી સંસ્થા સ્વ.શ્રીકાળુભાઇ કટારીયા મેમોરીયલ ટ

હિંમતભાઇ કટારીયાના સફળ માર્ગદર્શનમાં ચાલતી અલાયદી સંસ્થા સ્વ.શ્રીકાળુભાઇ કટારીયા મેમોરીયલ ટ્રસ્ટ ઢસા (જં.)

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રના ગામડાના શિક્ષણનું પ્રમાણ ઓછું છે. જેમાં ખાસ કરીને મહિ‌લાઓમાં શિક્ષણનું પ્રમાણ છે. જ્યારે સંસ્થા દ્વારા શિક્ષણ દર ઉચ્ચો આવે તેવા પ્રયત્નો થયા. મહિ‌લાઓમાં રોજગારી મળી રહે તે માટે રોજગારલક્ષી તાલીમ પુરી પાડવામાં આવે છે. બળાત્કાર અને છેડતી જેવા મહિ‌લા વિરૂદ્ધના ગુનાઓ ઓછા બને તે માટે અવારનવાર કાયદા બને તે માટે કરાટે જેવી સ્વરક્ષણની તાલીમ સંસ્થા દ્વારા પુરી પાડવામાં આવે છે. મફત કાનૂની સલાહ કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે.

સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાણીની કટોતી હોવાના કારણે ખેતી નબળી રહે છે. તો ફાર્મર કલબ દ્વારા લોકોને ખેતી સમૃદ્ધ બનાવી તેના માટે ‘અમારી ખેતી’ નામનું પત્રિકા બહાર પાડવી જેથી ખેડૂતોને માહિ‌તી મળી શકે. ખેતીની માહિ‌તી માટે મીટિંગ, તાલીમ અને પ્રેરણા પ્રવાસ કરાવવામાં આવે છે. પાણી અને સ્વચ્છતાના મુદ્દે કાર્યક્રમ ચલાવવા. વૃક્ષારોપણના કાર્યક્રમો કરવા. આજીવીકા માટે વર્ગો ચલાવવા. પર્યાવરણ ક્ષેત્રે શિક્ષણ પણ પુરૂ પાડવામાં આવેલ છે. આવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સુવાસ ફેલાવતી સ્વ.શ્રી કાળુભાઇ કટારીયા મેમોરીયલ ટ્રસ્ટ ઢસા (જં.)ની એકમાત્ર સેવાકીય સંસ્થા છે.

સૌરાષ્ટ્રના ગામડામાં આરોગ્યની સગવડતા ખૂબ ઓછી હોવાના કારણે ગામડામાં હેલ્થ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ ચલાવવામાં આવે છે અને સ્વચ્છતા અને આરોગ્યના મુદ્દે વાર્તાલાપ આપવામાં આવે છે. એઇડ્સની જાગૃતિ ઉપર નાના-મોટા કાર્યક્રમો પણ કરવા. વ્યસન મુક્તિના કાર્યક્રમો પણ કરવા. સંસ્થા દ્વારા પ્રાયમરી સ્કૂલ તેમજ કોમ્પ્યૂટર સેન્ટર ચલાવવામાં આવે છે. બહુલતાવાદ જેવી ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓને મોકલવામાં આવે છે. બહેનો અને યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપી અને રોજગારી માટે ધિરાણનું માર્ગદર્શન આપીએ છીએ. પાણી અને સ્વચ્છતાના મુદ્દે પ્રવાહ સાથે મળીને કાર્યક્રમ ચલાવે છે અને વિકસત સંસ્થાના સહકારથી વૃક્ષારોપણ તેમજ વૃક્ષોની જાળવણીનું અભિયાન ચલાવે છે. જૈવિક વિવિધતાના સંરક્ષણ માટે અભિયાન ચલાવવામાં આવે છે. ગોબર ગેસ કિચન ગાર્ડન માટેની જાગૃતિ કાર્યક્રમ ચલાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...