રંઘોળામાં વીજ ધાંધિયાથી ગ્રામજનો તોબા પોકારી ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરાળાતાલુકાનાં રંઘોળા ખાતે વીજળીનાં ધાંધીયાથી લોકો બાજ આવી ગયા છે. ઢસા સબ ડીવીઝન તળે આવતા રંઘોળાને િનયમીતપણે એકસરખો વીજ પુરવઠો આપવા લોકોમાંથી માંગ ઉઠી છે.

મચ્છરજન્ય રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ગમે ત્યારે ગૂલ થતી વીજળીનાં કારણે લોકોને ગરમીતેમજ મચ્છરનાં ત્રાસનો ભોગ બનવું પડે છે. સરપંચે પીજીવીસીએલનાં અધિકારીઓને રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાન આપતું હોવાની ફરીયાદ છે. ઉપરાંત સ્થાનિક લાઈનમેન પણ લોકોની મુશ્કેલી સામે આંખ આડા કાન કરતા હોવાની ચર્ચા છે.

વીજળીનાં પોલ ઉપર વેલા પાંદડા છવાઈ જતા તેમજ ઘણી જગ્યાએ ઝાડવાની ડાળીઓ વીજળીનાં તાર ને અડી જવાથી વીજ લાઈનમાં ફોલ્ટ સર્જાતા હોય છે. અવારનવાર ટ્રેપીંગનાં કારણે ઘરનાં ઉપકરણોને પણ નુકશાન થતું હોવાની લોકોની ફરીયાદ છે. ઢસા વીજતંત્ર તરફથી જરૂરી સમારકામ કરાવીને પ્રશ્ન ઉકેલવાની જરૂર છે.

િનયમિત રીતે વીજ પુરવઠાની માંગ

વીજળીનાં પોલ પર વેલા પાંદડા છવાઈ જતાં વીજલાઈનમાં વારંવાર ફોલ્ટ સર્જાય છે

અન્ય સમાચારો પણ છે...