ભાખા ગામે આંબાની વચ્ચે ખારેકની સફળ ખેતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરગઢડાના જંગલ બોર્ડ નજીક આવેલ ભાખા ગામે ખેડૂતે પોતાની જમીનમાં આંબાના ઝાડ હોય તેમાં સારી આવક થતી હોવા છતાં તેમણે પોતે એક નવતર પ્રયોગ કરી ખેતીમાં ખારેકના છોડનું વાવેતર કરી તેની માવજત કર્યા બાદ ખારેકનું સારૂ ઉત્પાદન મેળવી રહ્યા છે. અને તેમાં દવાનો છટકાવ કર્યા વગર સારુ ઉત્પાદન મેળવી સારો ભાવ અને આવક ધરાવી રહ્યા છે. ગીરગઢડા તાલુકાના ભાખા ગામે રહેતા મનસુખભાઇ કાનજીભાઈ બુહા ખેડૂત દ્વારા વર્ષોથી આંબાની બાગાયત ખેતી કરવામાં આવતી હતી. જેમાંથી સારું એવું વળતર મળવા છતાં કાંઈક નવું કરવાની પ્રેરણાથી ખારેકની બાગાયત ખેતીની માહિતી મેળવી 65.જેટલી કલમોનું 4 વીઘામાં વાવેતર કર્યું. તેમાં સરકાર તરફથી 50% જેટલી સાબસિડી મેળવી 3 વર્ષમાં ખારેકનું ઉત્પાદન એક છોડ દીઠ 50.થી 60 કિલોનું ઉત્પાદન મેળવે છે. અને જેનું વેચાણ ઘેર બેઠા જ આજુબાજુના વિસ્તારના લોકો કીલો દીઠ રૂ.100 માં લઈ જાય છે. અમુક ભાગ સુરત, વાપી, અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. છોડની માવજત કરવા માટે દેશી ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. અને સમયસર પાણી અપવામાં આવે છે. અન્ય કોઈજાતનો દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. સમયાંતરે ડાળીઓનું કટીંગ અને ફલાવરિંગ સમયે નર માદાનું ક્રોસિંગ કરાવાનું રહે છે જો એ વ્યવસ્થિત રીતે કરવામાં ના આવેતો લૂમ ઉપર ફાલ ઓછો આવવાની સંભાવના રહે છે. આમ આ નવતર પ્રયોગ દ્વારા આ ખેડૂત વાર્ષિક રૂ. 3 થી 4 લાખ રકમ ખૂબ નજીવા જાળવણી ખર્ચથી સારૂ ઉત્પાદન મેળવી રહ્યા છે.

નવી ખેતી
અન્ય સમાચારો પણ છે...