તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારિકાના જગતમંદિર ખાતે હોળી, ફુલડોલ ઉત્સવ ઉજવાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામદ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરે દર વર્ષની જેમ અા વર્ષે પણ આગામી તા. 23-24 માર્ચ દરમિયાન હોળી-ધુળેટી ઉત્સવની ભવ્ય ઉજવણી થનાર હોય જેમાં હજારો-લાખો ભાવિકો દર્શનાર્થે આવતા હોય આવતી કાલે તા. 4ના સવારે 11 વાગ્યે દેવસ્થાન સમિતિની ઓફિસમાં ઉચ્ચ અધિકારીગણની મિટીગનું આયોજન કરાયું છે.જેમા શહેરના આગેવાનો સહિત પોલીસ સ્ટાફ તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

દરવર્ષે હોળી તેમજ ફુલડોલ ઉત્સવ નિમિતે દ્વારકા યાત્રાધામમાં હજારો-લાખો લોકો દર્શનાર્થે અાવતા હોય અને સમગ્ર ગુજરાતમાંથી હજારો ભાવિકો પગપાળા પણ આવતા હોય છે ઉત્સવો દરમિયાન યાત્રીકોને રહેવાની સગવડતા, જમવાની તેમજ પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા તેમજ સુરક્ષા જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા થશે. ઉપરાંત માહિતી કેન્દ્ર ઉભુ કરાશે તેમજ યાત્રીકોને દર્શનમાં સરળતા રહે તે હેતુ આવવા-જવાનો દર્શનનો રૂટ નકકી કરવા તેમજ આકસ્મિક ફાયર, 108, એમ્બયુલન્સ જેવી સગવડતા તેમજ આવનાર ભાવિકો માટે જમવાની અને ફરાળની વ્યવસ્થા ઉભી કરવા સહિતના મુદાઓની ચર્ચા કરાશે. ઉપરાંત યાત્રીકોના પ્રવાહને પહોચી વળવા વધારાની ટ્રેન તથા બસ સર્વિસ શરૂ કરવા અંગે પણ ચર્ચા થશે.આગામી ઉત્સવોને અનુલક્ષીને દેવસ્થાન સમિતીમાં યોજાનારી બેઠકમાં એસડીએમ માલમતદાર, ચીફ ઓફિસર, દેવસ્થાન સમિતિના અધિકારીઓ, દ્વારકાના પીઆઇ, દ્વારકાધીશ મંદિરના પીએસઆઇ, ક્ષાર અંકુશ વિભાગ, પુરાતત્વ વિભાગ, ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારી, હેલ્થ ઓફિસર, એસટી તેમજ રેલ્વેના અધિકારી, પત્રકારો ઉપસ્થિત રહેશે.

યાત્રિકો માટે પાયાની સુવિધા માટે ચર્ચા કરાશે

અન્ય સમાચારો પણ છે...