તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિકોત્સવ યોજાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરાયા

દ્વારકાનગરપાલીકા સંચાલિત ડી.એન.પી. ઇગ્લીશ મિડીયમ સ્કુલનાે ગઇકાલે વાર્ષિક મહોત્સવ યોજાયો હતો જેમાં શહેરના અગ્રગણ્યની હાજરીમાં સ્કુલના બાળકો દ્વારા વિવિધ રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યા હતાં. ગઇકાલે સાંજે 6 વાગ્યે શરૂ થયેલ વાર્ષિક મહોત્સવમાં સ્કુલના પ્લેહાઉસથી ધો. 9 સુધીના આશરે 300 જેટલા વિધાર્થીઓ દ્વારા ગણેશ વંદના, નંદ ઉત્સવ, ગુજરાતી તથા અન્ય બાળ ગીતો, સિન્ડ્રેલા, ભારતીય નૃત્ય તેમજ વેસ્ટર્ન સ્ટાઇલના િવવિધ ડાન્સીઝ, ચાઇલ્ડ ડ્રામા જેવા કાર્યક્રમો રજુ કરી આમંત્રિત મહેમાનો તથા ઉપસ્થિત અધિકારીગણ તેમજ વાલીગણને મંત્રમુગ્ધ કર્યા હતા.

યુથ પ્લેટફોર્મ કલબ દ્વારા આયોજીત સૌરાષ્ટ્ર સીઝન ક્રિકેટ લીગ-2015ને ભવ્ય સફળતા મળ્યા બાદ ચાલુ સાલે એસસીએલ-2016નું પણ આગામી તા. 28મી ફેબ્રુ.થી ભવ્ય આયોજન થનાર છે જેમાં વખતે દેવભૂમિ દ્વારકા િજલ્લાની ટીમ દ્વારકા યુનિકોર્નસ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કુલ દસ ટીમો ભાગ લેનાર છે. દ્વારકા યુનિકોર્નસના સ્પોન્સર પિયુષભાઇ ભોજાણી દ્વારા સમગ્ર ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓ સાથે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા ભારતનું પ્રમુખતમ યાત્રાધામ અેવા દ્વારકા પધારી ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવ્યા હતાં. દ્વારકાધીશના દર્શન બાદ દ્વારકાની હોટલ લોર્ડઝ ખાતેની શુભેચ્છા મુલાકાત દરમિયાન શહેરના અગ્રણીઓએ ટીમને શુભેચ્છા પાઠવવા ભગવાન દ્વારકાધીશની પ્રતિમા અર્પણ કરી ઓલ બેસ્ટ કહયા હતા.

અન્ય સમાચારો પણ છે...