તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકા |અહીં 30ને બુધવારના સવારે 9.30થી 12.30 દરમિયાન શ્રી સ્વામિનારાયણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા |અહીં 30ને બુધવારના સવારે 9.30થી 12.30 દરમિયાન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વિનામુલ્યે સદ્દગુરૂ નેત્રયજ્ઞ યોજાશે. જેમાં રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ રાજકોટના આંખના ડોકટર્સની ટીમ સેવા આપશે. કેમ્પમાં આંખના દર્દીઓને ચેક કરી યોગ્ય દવા-ટીપા અપાશે અને મોતિયાના દર્દીઓને રણછોડદાસ આશ્રમ હોસ્પિટલ-રાજકોટ બસમાં લઈ જવાશે. રહેવાની અને જમવાની વ્યવસ્થા કરાશે. બાદ દર્દીને પરત દ્વારકા લઇ આવશે. કેમ્પના દિવસે સવારે 9 થી 11 દરમિયાન નામ નોંધાવવાના રહેશે. માહિતી માટે અશ્વિનભાઇ ગોકાણીનો સંપર્ક કરવો.

દેવભૂિમ દ્વારકામાં નિ:શુલ્ક સદ્દગુરુ નેત્રયજ્ઞ યોજવામાંં આવશે

અન્ય સમાચારો પણ છે...