તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Dwarka
  • ‌~ 2 કરોડ 70 લાખની આવક સામે 1 કરોડ 60 લાખ કરોડના ખર્ચનું અંદાજપત્ર રજૂ કરાયું

‌~ 2 કરોડ 70 લાખની આવક સામે 1 કરોડ 60 લાખ કરોડના ખર્ચનું અંદાજપત્ર રજૂ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાધીશ મંદિરને શણગારવા બજેટ મંજૂર

કલેકટર તેમજ એસપી સહિતના અધિકારીઓની ખાસ મિટિંગ યોજાઇ

પરેશ ઝાંખરીયા. દ્વારકા

દ્વારકાધીશમંદિર વ્યવસ્થાપન સમિતિની આગામી નાણાકીય વર્ષ 2016-2017ના બજેટના હેતુથી દેવભુમી દ્વારકા જિલ્લા કલેકટર તેમજ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ એચ.કે. પટેલની અધ્યક્ષતમા મિટીંગ યોજાઇ હતી. આગામી નાણાકીય વર્ષના બજેટ ઉપરાંત મંદિરની વ્યવસ્થા, સુરક્ષા, અને જાળવણી, હેરીટેઝ યાત્રાધામના વિકાસ સહીતના અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામા આવી હતી. આગામી નાણાકીય વર્ષ 2016-2017 માટે દ્વારકાધીશ મંદિરનુ બજેટ મિટીંગ મા રજુ કરવામા આવ્યુ હતુ. રૂ 1 કરોડ 10 લાખ પુરાંતવાળા બજેટમા આગામી વર્ષમા રૂપીયા 2 કરોડ 70 લાખની આવક સામે 1 કરોડ 60 લાખ કરોડના ખર્ચંનુ અંદાજપત્ર રજુ કરવામા આવ્યુ હતુ. આગામી વર્ષે 1 કરોડ 10 લાખ સરપ્લસ રહે તેવા બજેટને પણ બહાલી આપવામા આવી હતી.

એકસેલેટરની સુવિધા ઉપલબ્ધ કરાશે

દ્વારકાધીશમંદિરમા આવતા યાત્રિકો પવિત્ર ગોમતી નદીમા સ્નાન કરી છપ્પન સીડી ચઢી મોક્ષ દ્વારમાથી પ્રવેશ કરી શ્રીજીના દર્શન કરવાનુ મહાત્મય હોવાથી છપ્પન સીડી ઉપર વ્રુધ્ધો, અશકતો, વિકલાંગો પગથીય ચઢી શકે તેમ હોય તેવા લોકો માટે ઓટોમેટીક પગથીયાની સુવિધા ઉભી કરી તેના દ્વારા મંદિરમા મોક્ષ દ્વારેથી પ્રવેશી શકે તે માટે સુવિધા ઉભી કરવાનો શકયાતાદર્શી અભ્યાસ કરવાનો નિર્ણયા પણ સમિતિમા ચર્ચી તાંત્રીક તજજ્ઞ એજન્સીની સેવા લેવાની વિચારણા પણ કરાતા ટુંક સમયમા સુવિધા યાત્રાધામને મળશે તેવો આશાવાદ સેવાઇ રહ્યો છે. ભારતના વડાપ્રધાન નરેંદ્રમોદી દ્વારા જાહેર કરાયેલ HRIDAY હેરીટેઝ સીટી પ્લાનમા મંદિરની આસપાસના વિસ્તારોનો સુનીયોજીત વિકાસ કરી મંદિરની સુવિધા તેમજ પ્રતિષ્ઠામા વધારો થાય તે હેતુથી જગતમંદિર ફોરકોર્ટ, શાક માર્કેટ ચોક, ઇસ્કોન ગેઇટ થી જગતમંદિર, સિધ્ધનાથ ચોક, ત્રણબતી ચોકથી જગતમંદિર સુધીના વિસ્તારોના વિકાસ માટે મંજુર કરાયેલ ૨૦ કરોડના કામો પૈકી પ્રથમ ચરણમા ચાર કરોડના ખર્ચે થનાર વિકાસ કાર્યોની મિટીંગમા ચર્ચા કરાઇ હતી.

દ્વારકાધીશનંુ લાઇવ ટેલિકાસ્ટ ટૂંક સમયમા શરૂ કરાશે

દ્વારકાધીશમંદિરનો સમાવેશ ભારતના ચારધામો તેમજ સાત પુરી બન્નેમા થતો હોય છે. હિંદુ ધર્મના દેશ વિદેશના શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે. ભાવિકોમા મંદિરની મહાત્મય જોતા જગતમંદિરમા ભગવાન દ્વારકાધીશના દર્શન ટીવી ચેનલેઓ, ડીટીએચ, મોબાઇલ ઇન્ટરનેટ, જેવા માધ્યમોથી જિવંત પ્રસારણ કરાય તે માટે ટીસીએસ દ્વારા ટેન્ડર દ્વારા મળેલ પ્રપોઝલ આજની મિટીંગ મંજુર કરવામા આવી હતી.

સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા સિક્યોરિટી એજન્સીની નિમણૂકની તજવીજ

જગતમંદિરનીસુરક્ષા માટે ડોરફ્રેમ મેટલ ડીટેકટર ( DFMD ) મા વધારો કરી જગતમંદિર પરીસરમા કુલ સાત ડીટેકટરની જરૂરીયાત હોવાથી અંગે પોલીસ અધિક્ષક દેવભુમી દ્વારકાની રજુઆત ધ્યાને લઈ પાંચ લાખાના અનુદાનની ફાળવણી કરવાનુ મિટીંગ મા નક્કી કરાયુ હતુ. ઉપરાંત સિક્યોરીટી એજન્સીની નિમણુક કરવાનુ પણ મિટીંગમા ચર્ચાયુ હતુ. ઉપરાંત ભવિષ્યમા લાયઝન ઓફિસર, જનસંપર્ક અધિકારીની એક જગ્યાની નિમણૂક કરવાની ચર્ચા કરી મંજુરીની મહોર લગાવવામા આવી હતી, ઉપરાંત મંદિરમા પુર્ણ કાલીન વહીવટદાર માટે નિવ્રુત અધિકારીની સેવા લેવાની પ્રપોઝલ મંજુર કરી સરકારને બહાલી માટે મોકલવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...