માનવ સેવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિવહરિપાગલ આશ્રમ દ્વારા શહેરભરમાં જયાં-જયાં માનસિક બિમાર, નિરાધાર, બિમાર, વિકલાંગ, વૃધ્ધ, અશકત વગેરે જરૂરીયાતમંદોને સવાર તથા સાંજ બન્ને સમયે તેઅો જયાં પણ મળે ત્યાં સ્થળ પર જઇને ભોજન તથા પાણીનું નિ:શુલ્ક વિતરણ કરાય છે જે વ્યકિત જાતે નથી જમી શકતા તેમને જમાડવામાં પણ અાવે છે તેમજ દર 10-15 દિવસે તેમને સ્નાન, બાલ-દાઢી, વસ્ત્ર પહેરાવવામાં આવે છે.

નિસ્વાર્થ સેવા કરતા શ્રધ્ધા અનુસાર દાતાઓ ત્યાંથી અનુદાનની વસ્તુઓ લઇ જઇશું ઉપરાંત દાતાના શુભ પ્રસંગે ભોજન વધે તે ફેંકી દેતા અમોને જાણ કરશો તો આપનું તે અન્ન જરૂરીયાતમંદની જઠરાગ્નિ તૃપ્ત કરી આપના શુભ પ્રસંગને અાશીર્વાદ પાઠવશે તથા તે રીતે તમે પૂણ્યનું ભાથું પણ બાંધશો તેમનું કહેવું છે કે દ્વારકા મોક્ષ નગરી છે અને ત્યાં દરિદ્રનારાયણની સેવા તેજ તેમના જીવનની નેમ છે.શિવહરી ચેરીટેબલ સંસ્થા દ્વારા સંસ્થાના તથા દરિદ્વોના લાભાર્થે રામકથા, શિવકથા તેમજ ભાગવત સપ્તાહની પણ સેવા આપવામાં આવે છે આયોજકોને માત્ર મંડપ, સાઉન્ડની વ્યવસ્થા કરવાની રહે છે અને કથામાંથી ઉપાર્જિત દાનની રકમને સંસ્થાના સામાજિક સેવાકાર્યોમાં ખર્ચ કરાય છે સંસ્થા દ્વારા સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પ, જરૂરીયાતમંદોને વસ્ત્રો, વિદ્યાર્થીઓને નોટબુક, પેન, પેન્શીલ તથા મહિલાઓ માટે મંડળનું નિર્માણ કરી બેંક બચત, શિવણ કલાસ, બ્યુટી પાર્લર જેવા કોર્સની ટ્રેનીંગ પણ અપાય છે.

જમણવારમાં અન્નનો બગાડ કરો દરિદ્રનારાયણોની જઠારાગ્નિ તૃપ્ત કરો : આચાર્ય અશ્વિન

હાલમાં ચાલતા ભાદરવા માસમાં પવિત્ર શ્રાધ્ધના દિવસો શરૂ થઇ ગયા છે અા શ્રાધ્ધના દિવસોમાં હિન્દુધર્મીઓ તેમના પિતૃઓના મોક્ષાર્થે વિશેષ દાન પૂણ્ય કરતાં હોય છે અને સમયે દાન પૂણ્યનો મહિમા સવિશેષ હાેય તથા દ્વારકાપુરી મોક્ષ દાયિકા ગણાતી હોય પવિત્ર દિવસોમાં આપના પિતૃઓ નિમિતે અનુદાન ફાળવવા સંસ્થાના વડા અાચાર્ય અશ્વિન મહારાજે જણાવેલ કે સંસ્થા દ્વારા પવિત્ર શ્રાધ્ધના દિવસોમાં સંસ્થા દ્વારા વિશેષ સેવા તરીકે દાનના ઇચ્છુક દ્વારા સૂચિત અન્નનું દાન તથા જો ભોજન આપના ઘરે બનાવેલ હશે તો તેને પણ દરિદ્ર નારાયણ સુધી પહોચાડવામાં આવશે અંગે વધુમાં આચાર્યે જણાવેલ છે હાલમાં શિવહરિ પાગલ આશ્રમ દ્વારા સમગ્ર યાત્રાધામમાં 125થી વધારે દરિદ્રનાયરાણની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવે છે.

125 દરિદ્રનારાયણનો નિભાવ કરાય છે

સંસ્થા દ્વારા દર હિન્દુ માસની પુર્ણિમાના દિવસે જરૂરીયાતમંદ ગરીબ પરીવારોને સમગ્ર માસ માટેના રાશનની કીટનું વિતરણ પણ કરવામાં આવે છે હાલમાં જ્ઞાતિ, ધર્મના ભેદ વિના 20 જરૂરીયાતમંદ પરીવારોને સહાય પુરી પાડવામાં આવે છે જેમાં સહાય મળ્યે ભવિષ્યમાં આગળ વધારવા સંસ્થાની નેમ હોય પૂર્ણિમાના દિવસે વિશેષ દાન કરવા માટે સંસ્થાનો સંપર્ક સાધી શકાશે.

માસિક રાશન કિટનું વિતરણ કરાય છે

શિવહરી પાગલ આશ્રમ દ્વારા માનસિક અસ્થિરોની સેવા

અન્ય સમાચારો પણ છે...