દ્વારકામાં દરિયો શાંત, પર્યટકોમાં ખુશી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓખી ચક્રવાતના આગાહીના ભાગરૂપે દ્વારકા દરિયાકિનારાની આસપાસ પર્યટકોને જવા માટે તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો.તેમજ ઓખાથી બેટદ્વારકા જવા માટેની ફેરીબોટ સર્વિસ પણ બંધ કરવામાં આવી હતી.પરિણામે દેશ વિદેશમાંથી આવતા હજારો યાત્રાળુઓ નિરાશ થયા હતાં.પરંતુ ગુજરાત ઉપરથી વાવાઝોડાના ભયનો ખતરો ટળતા દ્વારકાનો દરિયો શાંત થતા ફરી દ્વારકા દરિયાકિનારે પર્યટકો ઉમટી પડ્યા છે.તેમજ બે નંબરનું સિગ્નલ પણ હટાવી લેવાતા ફેરીબોટ સર્વિસ પણ શરૂ કરવામાં આવી છે.

ઓખી ચક્રવાત ગુજરાત ઉપર ત્રાટકવાની ભીતિને કારણે ગુજરાતભરમાં ભયનું મોજું પ્રસરી ગયું હતું.પરિણામે પર્યટનસ્થળો પર યાત્રિકો માટે પ્રવેશબંધ કરવામાં આવ્યો હતો.જેના કારણે દ્વારકા દરિયાકિનારે પર્યટકો માટે પ્રવેશબંધી કરવામાં આવી હતી.તેમજ પર્યટકોને દરિયાકિનારે બે નંબરનું સિગ્નલ મારવામાં આવતા ફેરીબોટ સર્વિસ પણ તાકિદના પગલે બંધ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં ઓખી વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળતા દ્વારકા દરિયાકિનારેથી બે નંબરનું સિગ્નલ હટાવી લેવાતા પર્યટકોમાં રાહતની લાગણી પ્રસરી ગઇ છે.

દ્વારકામાં હાલ ઓખી વાવાઝોડાનો ખતરો ટળતા તેમજ વાતાવરણ સામાન્ય થતા દરિયો પણ શાંત થય ગયો છે.જેથી દરીયાકિનારે ફરી યાત્રિકો આવી રહ્યા છે.વાવાઝોડાની અસરના કારણે દરિયાકિનારે એકપણ યાત્રિક બે દિવસ સુધી જોવા મળ્યા હતાં.પરિણામે સ્થાનિક ધંધાર્થીઓને પણ ભારે ખોટ સેહવી પડી હતી,પરંતુ હાલ ઓખી ચક્રવાત શાંત થતા પર્યટકો ફરી આવવા લાગતા ધંધાર્થીઓ પણ ફરી ધંધામાં જોતરાયા છે.

અન્ય સમાચારો પણ છે...