તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુભાષ સિંઘ | દ્વારકા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુભાષ સિંઘ | દ્વારકા

દ્વારકાનાપ્રાચીન મંદિરોમાનું રુક્મિણી મંદિર આશરે 5238 વર્ષ પહેલા ભગવાન દ્વારકાધીશના ચોથા વંસજો દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. અભૂતપુર્વ કલા સ્થાપત્યથી કંડારાયેલું મંદિર ભક્તો માટે વિશેષ સ્થાન ધરાવે છે. દ્વારકામાં દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા શ્રધ્ધાળુઓ માતા રુક્મિણીના દર્શન કરવા અચુક પધારે છે.

રુક્મિણી મંદિરના પુજારી કંદપભાઇ દેવના જણાવ્યું હતું કે,માતા રુક્મિણી વિદ્રભ દેશના રાજા ભીષ્મકના પુત્રી હતાં.અને તેમનું સગપણ શીશુપાલ સાથે નિર્ધારીત થયું હતું. રુક્મિણીને તે પસંદ હોવાથી દ્વારકાધીશને પત્ર લખ્યો હતો.જે પૌરાણિક માન્યતા મુજબ વિશ્વનો પ્રથમ પત્ર માનવામાં આવે છે. પત્ર આજે પણ મંદિરમાં સંગ્રહિત છે. પત્ર લખી રુક્મિણીએ શ્રીકૃષ્ણને મોકલ્યો હતો. પત્રના આધારે ભગવાન દ્વારકાધીશે રુક્મિણીનું હરણ કર્યું હતું અને બ્રાહ્મણો, સંતો, મહંતોની હાજરીમાં લગ્ન કર્યા હતાં. દ્વારકાધીશના 8 રાણીમાં રુક્મિણી સૌથી શ્રેષ્ઠ હતાં.

રુક્મિણી સાથે લગ્ન કર્યા પછી દ્વારકાધીશ ગુરૂ દુર્વાશા મુનિને ભોજન માટે મંત્રિત કરવા દ્વારકાથી પચ્ચાસ કિમિ દુર પીંડતારકક્ષેત્ર પીંડારા ખુદ ભગવાન દ્વારકાધીશ રુક્મિણી સાથે ગયા હતાં.પરંતુ દુર્વાશા મુનિએ આમંત્રણને સ્વીકારવા માટે બે શરતો મુકી હતી. પ્રથમ કે જે રથમાં બેસીને ભગવાન ખુદ આવ્યા છે તે રથમાં બેસીસ અને તે રથના ઘોડાની જગ્યાએ ખુદ ભગવાન દ્વારકાધીશ જોડાય તો આવીશ. ભગવાન દ્વારકાધીશે શરત મુજબ રથના ઘોડા છોડાવી પોતે અને માતા રુક્મિણી રથમાં જોડાયા,અને દુર્વાશા મુનીને રથમાં બેસાડીને દ્વારકા રવાના થયા હતાં. માર્ગમાં તાપથી રુક્મિણીજીનું ગળુ સુકાતા પાણીની તીવ્ર ઇચ્છા થતા,દ્વારકાધીશને ઇચ્છા વ્યક્ત કરી,જેથી દ્વારકાધીશે પોતાના પગનો અંગુઠો ધરતી પર મારી ગંગાજી પ્રગટ કર્યા અને તે ગંગાજળ વડે રુક્મિણીજીની ત્રૃષા તૃપ્ત કરી હતી.

દુર્વાશામુની પોતે આમંત્રિત હોવા છતા તેમની આજ્ઞા વગર ભગવાન દ્વારકાધીશે માતા રુક્મિણીને પાણી પીવડાવતા દુર્વાશા મુનિને ક્રોધ ચડ્યો અને રુક્મિણીને શ્રાપ આપ્યો કે ભગવાન દ્વારકાધીશ અને માતા રુક્મિણી બાર વર્ષ સુધી અલગ રહી વિરહની જીંદગી જીવશે. શ્રાપના લીધે રુક્મિણીજી ભગવાન દ્વારકાધીશથી અલગ રહી તપ કર્યું હતું અને પોતાના હાથે ભગવાન દ્વારકાધીશની પ્રતિમા બનાવી હતી. પ્રતિમા આજે પણ બેટ દ્વારકામાં બીરાજમાન છે.

દુર્વાસામુનીએ દ્વારકાધીશને તેની આજ્ઞા વગર ભુમિમાંથી પાણી કાઢતા શ્રાપ આપ્યો કે હવેથી દ્વારકા ભુમિમાંથી મીઠુ પીવાલાયક પાણી નહી નીકળે. જેથી શ્રાપના કારણે આજે પણ આટલા વર્ષો પછી પણ દ્વારકાની પવિત્ર ભુમિમાંથી પીવાલાયક પાણીની જગ્યાએ ખારૂ અને પીવાલાયક પાણી નીકળે છે. જેથી રુક્મિણી મંદિર જલ દાનનું મહત્વ ધરાવે છે.આ મંદિરમાં જલદાન કરવાથી પ્રીતુઓને મોક્ષ પ્રાપ્તિ થતી હોવાની માન્યતા મનાય છે.

અન્ય સમાચારો પણ છે...