કલ્યાણપુર તાલુકાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશવ સોનગરા. ભાટિયા

ચાલુવર્ષે ઓછા અને અનિયમિત વરસાદથી લગભગ આખા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા ભાગના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મોડી વાવણી તેમજ સીઝન દરમ્યાન પુરતા વરસાદ થતાં કઠોળ, તેલીબીયા અને રોકડીયા પાક પર ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. વળી, પીવાના પાણીની તંગી ઉદભવશે તે અત્યારથી જણાઇ રહયું છે. આમ સૌરાષ્ટ્રના સૌથી મોટા મગફળીના ઉત્પાદક િવસ્તારમાં વખતે ઓછા પાક ઉતરવાની દહેશત છે.


કલ્યાણપુર તાલુકાના ભાટિયાથી દક્ષિણ તરફના લાંબા, નાવદ્રા, ભોગાત વગેરે ગામડાઓમાં ખરીફ સીઝન પુરતું વળતર આપશે નહીં. પિયતના પાણીની તંગી, ઉંડા જળસ્તર, વીજ ધાંધીયા, જંગલી પશુઓનો ત્રાસ વગરેનો સામનો કરતાં ખેડૂતોને હાથ ઘસવા સિવાય કંઇ વધે તેમ નથી. દરિયાઇ પટ્ટીમાં બંધારા યોજના તરફ જળસ્તર ઉંચા છે તો જમીનની ફળદ્રુપતા ઓછી છે.

જેથી ત્યાં પણ ઉત્પાદન ઘટયું છે. વિસ્તારમાં સરેરાસ કપાસ 8 થી 20 મણ, તલ 3 થી 5 મણ, મગફળીમાં પણ 8 થી 10 મણ જેટલો ઉતારો બેસે તેવો અંદાજ છે. જયારે ગુવાર, જુવાર, બાજરીના પાક મુખ્યત્વે નિષ્ફળ ગયો છે.

તાલુકાના મધ્યભાગ એવા કલ્યાણપુર, દેવળીયા, ગઢકા, કેનેડી, ખાખરડા વગેરે ગામડાઓમાં પણ વરસાદની સ્થિતિ સારી નથી રહી, છુટાછવાયા વિસ્તારમાં વરસાદ સારો થયો હતો પણ તેની કસર સફેદ મુંડાએ વાળી લીધી છે. મુંડાના ઉપદ્રવથી ઘણા ખેતરો ચોપટ થઇ ગયા હતાં, ખતેરોમાં ત્રણ-ત્રણ વખત વાવણીના ઘણા કિસ્સાઓ બન્યા છે. કયાંક બીજા-ત્રીજા ઉગાવા સફળ થયા છે. ત્યાં વરસાદની ખેંચે મોલાતને અધ્ધવચ્ચે મુરઝાવી દીધી છે. મગફળી જેવા મોંઘા બીયારણો વાવ્યા પછી વાવણી ખર્ચ જેટલી પણ પેદાશ નહીં આવતા ખેડૂતોનો કમ્મરતોડ ફટકો પહોંચ્યો છે. જેથી વિસ્તારના ખેડૂતોની સરાસરી ખાધમાં જશે.

આબોહવા સાનુકૂળ રહેતાં વિસ્તારમાં બચી ગયેલા પાક પૈકી એકમાત્ર કપાસમાં વળતર મળે તેવી સંભાવના રહી છે. ચાલુ ખરીફ સીઝન કલ્યાણપુર અને દ્વારકા તાલુકા માટે ઠગારી નીવડી છે કેમ કે ખેડૂતોને વળતરની વળતરની જગ્યાએ પોતાની મજૂરી પણ મળે તેમ નથી.

ચિંતા

સાની ડેમમાં ઓછું પાણી

કલ્યાણપુર-દ્વારાતાલુકાનાપીવાના પાણીનું મુખ્ય સ્ત્રોત સાની ડેમ પણ છેડો ખેંચવામાં થાકી શકે છે. ડેમના ઇજનેર હડીયલભાઇએ જણાવ્યા મુજબ 15 સપ્ટે. 678 એમસીએફટી એટલે કે 60 ટકા જથ્થો હતો જે 13-10ના રોજ 54.5 ટકા જથ્થો છે. આવતા ચોમાસા સુધી 680 એમસીએફટીની જરૂર હોવાથી કટોકટી ગણી શકાય. જયાં પાઇપલાઇનથી પાણી નથી પહોંચતુ ત્યાં પાણીની મુશ્કેલી ઉભી થશે તે નિશ્ચિત છે.

10 મણ ઉતારો આવશે

તાલુકાનાકાઠી વિસ્તારતરફેના અને નંદાણાથી ઉતર તરફે રાણ, જુવાનપુર, પિંડારા, મેવાસા, વગેરે વિસ્તારોમાં શરૂઆતથી વરસાદ કરકસર કરતો આવ્યો છે. ખેડૂતોએ વાવણી પણ જોખમ વ્હોરી કરી હતી. ત્યાં પણ સીઝન દરમ્યાન વરસાદ ઘેર-ઘેર જોવા મળ્યો છે. તેથી મગફળીમાં પિયતની પુરતી સુવિધા વિહણા ખેડૂતોને મોટું નુકશાન છે. વિસ્તારોમાં જુવારનું વાવેતર ઘણા પ્