તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી મળી ગઇ હોવા છતાં કામગીરી કરાતી નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાદર પુલ પાસેના વૈકલ્પિક માર્ગો બિસમાર હોવાથી પ્રજા પરેશાન


પોરબંદર-સોમનાથનેજોડતા કોસ્ટલ હાઈવે ઉપર ભાદર પુલનો કેટલોક ભાગ તૂટી ગયાને 8 માસ જેવો સમય વિતી ગયો છે, ત્યારબાદ તેના સમારકામનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને હજુ કામગીરી લાંબો સમય સુધી ચાલશે ત્યારે હાલ જે વૈકલ્પિક રસ્તાઓ આપવામાં આવ્યા છે તે બિસ્માર હાલતમાં છે જેને કારણે સ્થાનિક ગ્રામજનો અને પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે વૈકલ્પિક રસ્તાઓનું સમારકામ કરવા કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ રાજ્યના માર્ગ મકાન વિભાગને પત્ર પાઠવીને રજૂઆત કરી છે.

સોમનાથ-દ્વારકા હાઈવે પર આવેલા ભાદરપુલ તૂટી ગયો હોવાથી તે રસ્તા માટે વૈકલ્પિક માર્ગ ફાળવવામાં આવ્યો છે પરંતુ માર્ગની હાલત અત્યંત ખરાબ છે જેને કારણે માર્ગનું સમારકામ કરવામાં આવે તે માટેની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે કામ માટેની મંજુરી મળી ગઈ હોવા છતાં પણ હજુ સુધી કામ શરૂ કરવામાં આવ્યું નથી. કુતિયાણા-મહિયારી-બગસરા તથા બગસરા-કડછ-મોચા રોડ માટેના ટેન્ડરો પણ પાસ થઈ ગયા છે. વહીવટી પ્રક્રિયાને કારણે હજુ સુધી કામગીરી હાથ ધરવામાં આવી નથી ત્યારે કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ માર્ગ અને મકાન વિભાગ મંત્રી નિતીનભાઈ પટેલને પત્ર પાઠવીને વહેલી તકે અંગેની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. વિસ્તારના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે.

જેથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા ઉપર પ્રવાસીઓનો પણ ટ્રાફિક વધુ રહે છે તેથી વહેલી તકે રસ્તાઓની કામગીરી શરૂ કરવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત બાંટવા-મહિયારી-ભાદર પુલનો રસ્તો પણ અત્યંત બિસ્માર હાલતમાં છે ત્યારે રસ્તાના સમારકામની કામગીરી માટે પણ મંજુરી આપવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...